ચેટિંગમાં અનેક ઈમોજીનો ઉપયોગ થતો હોય છે. પણ દુનિયામાં સૌથી વધારે યુઝ થતું ઈમોજી કયું છે એવું કોઈ પૂછવામાં આવે તો કોઈ પણ ગૂગલ બાબાનો સહારો લેશે. પણ અમે તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે ખુશીના આંસુ સાથે ખિલખિલાટ હસતું ઈમોજી લોકોનું સૌથી ફેવરિટ છે. આ જાણકારી અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને ચીનની પિકિંગ વિવિ દ્વારા 212 દેશોનાં 4.27 કરોડ મેસેજના આધારે કરવામાં આવેલાં રિસર્ચમાં સામે આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અલગ અલગ મહાદ્વીપમાં રહેતાં વિવિધ સંસ્કૃતિનાં લોકોએ ખુશીના આંસુ સાથેનું ઈમોજીનો ઉપયોગ સૌથી વધારે કર્યો છે. મિશિગન વિવિના રિસર્ચર વેઈ એઈ મુજબ ઈમોજીનો ઉપયોગ સમગ્ર દુનિયામાં થાય છે પણ રિચર્સમાં જેટલા ઈમોજી સામેલ કરવામાં આવ્યા હતા તેમાં સૌથી વધારે એટલે કે 15.4 ટકા ખુશીના આંસુ સાથેના ઈમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હાર્ટ ઈમોજી અને હાર્ટ આઈઝ ઈમોજી ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. રિસર્ચ મુજબ ફ્રેન્ચના લોકો સૌથી વધારે હાર્ટવાળા ઈમોજીનો ઉપયોગ કરે છે. જ્યારે અમેરિકન અને રશિયલ લોકોની પહેલી પસંદ આંસુ સાથેનું લાફ્ટર ઈમોજી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જે દેશોનાં લોકો પોતાનામાં જ મસ્ત રહે છે તે હેપ્પી ઈમોજીનો ઉપયોગ વધારે કરે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ચેક રિપલ્બિક જેવા દેશોનાં નામ છે.