એક એવી દીકરી જેને મનમાં પોતાના માટે એવા લક્ષ બનવાયા અને તે પુરા કરવા દિવસ રાત મહેનત પણ કરી. વિધિ વિનીત શુક્લા, ફેશન ડિઝાઇનર અને સ્ટાઈલિસ્ટ તરીકે છેલ્લા ૧૨ વર્ષથી ઉદ્યોગમાં કાર્યરત છે.
બેચલર્સ ઓફ માસ મીડિયા (BMM) પૂર્ણ કર્યા બાદ NIFDમાંથી ફેશન ડિઝાઇનિંગ તથા સ્ટાઈલિંગનું પ્રમાણપત્ર પણ મેળવ્યું. વિધિની આ સફર ૧૨ વર્ષ પહેલાં ઉનાળાની રજાઓ દરમિયાન શરૂ થઈ હતી. એક ફેશન ઈવેન્ટ દરમિયાન જાણીતા ફેશન ડિઝાઇનરનો ફેશન શો જોયો. જેમાં મોડલ્સે વિવિધ અને કલર કોમ્બિનેશનના ડ્રેસ પહેરી રૅમ્પ વૉક કરી રહી હતી. આ શો જોયા બાદ વિધિને ડિઝાઈનર બનવાની પ્રેરણા મળી.
લગ્ન પહેલાં મુંબઈમાં એક બ્રાન્ડ સિવાય તમામ મીડિયા કંપનીઓ સાથે કામ કર્યું. દરમિયાન લગ્ન બાદ વિદેશમાં સ્થાયી થવાનું હતું. મારા માટે આ એક મોટો પડકાર હતો કારણ, મારા પોતાના લોકો અને મનગમતા કામથી દૂર જવાનું હતું. વિધિ માટે આ ઘણું પડકારજનક પુરવાર થયું. તેના મનમાં ડર હતો કે કેવી રીતે એ સેટ થશે? નવી સંસ્કૃતિ, નવો દેશ, અલગ પ્રકરણના લોકો અને અલગ કાર્યશૈલીને સમજી એમાં ગોઠવાવું સરળ નહોતું. છતાં પણ, ફેશન અને સ્ટાઈલ એ કોઈ પણ સંસ્કૃતિ કે દેશ માટે એક સર્વમાન્ય કળા છે. લોકો ભલે અલગ હોય, પણ ફેશન એક એવી ભાષા છે, જે વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું કામ કરે છે. વિદેશમાં વિધિ જ્યાં રહેતી ત્યાંનાં લોકોએ એને પ્રેમપૂર્વક આવકારી. એટલું જ નહીં, ફેશન ડિઝાઇનર તરીકે પણ નવા લોકો અને નવા ફેશન ટ્રેન્ડ્સ સાથે સહજ રીતે હળીમળી ગઈ.
અલગ -અલગ મટિરિયલને મિક્સ એન્સ મેચ કરી તેના પર કેવા પ્રકારનું વર્ક કે બોડર કે જૂના કપડાંમાંથી નવું બનાવવું કે ઈન્ડો વેસ્ટર્ન હોય કે રેડી સાડીમાંથી નવા આઉડફિટ બનાવવા અને સુશોભનો (embellishments)નો ઉપયોગ કરવાની એજ ખાસ ક્વોલિટી છે. ખાસ કરીને મેટાલિક સુશોભનો (metallic embellishments) સાથેનો વિધિની ખાસ ઓળખ છે. વિધિની ખાસ વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના કપડા કે સાડી હોય કે રફ ફેબ્રિકમાંથી પણ આકર્ષક અને સ્ટાઈલિશ રૂપ આપી શકે છે.
ભારત એ તો વિધિની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. અહીં જ્યાં એણે તાલીમ લેવાની સાથે ફેશન ડિઝાઇનિંગમાં આગવી ઓળખ બનાવી. જયારે કતાર (Qatar) એમની નવી કર્મભૂમિ છે, જ્યાં તેઓ વિવિધ સંસ્કૃતિઓ અને ફેશન શૈલીઓ સાથે નવી નવી ડિઝાઇન તૈ.યાર કરવાનું પડકારભર્યું કાર્ય કરી રહ્યાં છે.
બાળક અને કારકિર્દી વચ્ચે સંતુલન
જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તેવી રીતે વિધિની સફળતાના પાછળ તેમના પતિનો ઘણો સપોર્ટ રહ્યો છે. વિધિ કહે છે કે, parental responsibilityમાં તેઓ મારી સાથે ખભેખભો મેળવી ચાલતા હોવાથી કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી શકી છું.
વિધિનું સપનું છે કે ફેશન ડિઝાઇનિંગની ટેલેન્ટ થકી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવી શકે. એક ગર્વીલી ગુજરાતાણ તરીકે ડિઝાઇનમાં ગુજરાતની પરંપરાની સાથે આધુનિક ફેશનનો સમન્વય કરે. એટલું જ નહીં, પેરિસ ફેશન વીક (Paris Fashion Week)નો હિસ્સો બને. જ્યાં ભારતીય પરંપરાગત અને આધુનિક ફેશનના સમન્વય સાથે ભારતીય કલાને આગવી રીતે દુનિયા સમક્ષ રજૂ કરું.
અંતમાં વિધિ કહે છે કે, સાચું સુખ એમાં છે કે સફળતા કે નિષ્ફળતા ફક્ત એક ટેગલાઈન છે, પરંતુ સતત આગળ વધવાનો હિંમત અને સચ્ચાઈનો માર્ગ છે.






