• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

તાંબુ, જસત, સીસું, એલ્યુમિનિયમના વાયદામાં સાર્વત્રિક સુધારોઃ નિકલ નરમ

by P C KAPADIA
August 13, 2021
in Corporate
0
તાંબુ, જસત, સીસું, એલ્યુમિનિયમના વાયદામાં સાર્વત્રિક સુધારોઃ નિકલ નરમ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈઃ

કપાસ, કોટન, મેન્થા તેલ, રબર અને સીપીઓ વધ્યા

બુલડેક્સ ફ્યુચર્સમાં 64 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 120 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,23,449 સોદાઓમાં કુલ રૂ.9,522.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 64 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 51,183 સોદાઓમાં કુલ રૂ.3,013.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,452ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,594 અને નીચામાં રૂ.46,416 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.184 વધી રૂ.46,547ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.128 વધી રૂ.37,474 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.4,642ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,400ના ભાવે ખૂલી, રૂ.169 વધી રૂ.46,504ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,097 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,497 અને નીચામાં રૂ.61,980 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.530 વધી રૂ.62,390 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.468 વધી રૂ.62,651 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.476 વધી રૂ.62,666 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 8,913 સોદાઓમાં રૂ.1,606.73 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.208 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.731.20 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.2 ઘટી રૂ.1,491.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 34,148 સોદાઓમાં કુલ રૂ.2,363.47 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,107ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,134 અને નીચામાં રૂ.5,066 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.21 ઘટી રૂ.5,117 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 ઘટી રૂ.290 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,171 સોદાઓમાં રૂ.243.65 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1460 અને નીચામાં રૂ.1448 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.1,453 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,250 અને નીચામાં રૂ.18,030 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 વધી રૂ.18,165ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1180 અને નીચામાં રૂ.1150.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14.50 વધી રૂ.1179 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.20 વધી રૂ.937.60 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.250 વધી રૂ.26,260 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,929 સોદાઓમાં રૂ.1,494.24 કરોડનાં 3,212.672 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,254 સોદાઓમાં કુલ રૂ.1,519.52 કરોડનાં 243.371 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.107.02 કરોડનાં 5,155 ટન, જસતના વાયદાઓમાં રૂ.207.83 કરોડનાં 8,355 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.640.09 કરોડનાં 8,742.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.586.13 કરોડનાં 3,940.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.65.66 કરોડનાં 3,645 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,192 સોદાઓમાં રૂ.796.60 કરોડનાં 15,61,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,956 સોદાઓમાં રૂ.1,566.87 કરોડનાં 5,40,40,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 476 સોદાઓમાં રૂ.48.26 કરોડનાં 18425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 365 સોદાઓમાં રૂ.17.02 કરોડનાં 182.52 ટન, રબરના વાયદાઓમાં 35 સોદાઓમાં રૂ.0.73 કરોડનાં 40 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,285 સોદાઓમાં રૂ.177.35 કરોડનાં 15,310 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,007.604 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 772.756 ટન, એલ્યુમિનિયમમાં 12,335 ટન, જસત વાયદામાં 9,260 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,6100 ટન, નિકલ વાયદામાં 3,1710 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,740 ટન, ક્રૂડ તેલમાં 6,86,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,09,43,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 184 ટન, કોટનમાં 95400 ગાંસડી, મેન્થા તેલમાં 453.96 ટન, રબરમાં 154 ટન, સીપીઓમાં 83,080 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 905 સોદાઓમાં રૂ.73.33 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 451 સોદાઓમાં રૂ.34.25 કરોડનાં 490 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 454 સોદાઓમાં રૂ.39.08 કરોડનાં 493 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,756 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 907 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,941ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,005 અને નીચામાં 13,941ના સ્તરને સ્પર્શી, 64 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 13,992ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,780ના સ્તરે ખૂલી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 30 પોઈન્ટ વધી 15,877ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 26,129 સોદાઓમાં રૂ.2,221.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.148.10 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.93.81 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,979.39 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
નેટફ્લિક્સ અને યુનેસ્કોએ ભારતની વિવિધતાસભર સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા જોડાણ કર્યું

નેટફ્લિક્સ અને યુનેસ્કોએ ભારતની વિવિધતાસભર સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા જોડાણ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com