રસીના બે ડોઝ લેનારને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી મળે એ માટે કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરની આગેવાનીમાં બીજેપીના કાર્યકરોએ આજે કાંદિવલી પૂર્વ સ્ટેશન પાસે રેલભરો આંદોલન કર્યું હતું. એ સમયે પોલીસ બળપ્રયોગ કરી આંદોલન નાકામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સાથે વિધાનસભ્ય ભાતખળકર સહિત ૫૦-૬૦ જેટલા ભાજપના કાર્યકરોની અટક કરી હતી.
હોટેલ, બાર, દારૂની દુકાનો શરૂ કરનાર ઠાકરે સરકારે કોરોનાનું કારણ આગળ ધરી મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવાનું નકારી રહી છે.હાઈકોર્ટે પણ બે ડોઝ લેનારને પરવાનગી આપવા જણાવ્યું છે અને રેલ્વે મંત્રાલયે બધા માટે લોકલ શરૂ કરવાની તૈયારી દાખવી હોવા છતાં ઘરે બેસેલી ઠાકરે સરકાર નનૈયો ભણી રહી છે. પત્રકાર, વકીલને સુદ્ધાં પરવાનગી અપાઈ નથી.
એટલે બંને ડોઝ લેનારા નાગરિકોને ૨૪ કલાકમાં પરવાનગી આપવી, અન્યથા આંદોલન તીવ્ર કરવામાં આવશે એવી ચીમકી વિધાનસભ્ય અતુલ ભાતખળકરે સરકારને આપી હતી.






