મહિલાઓ પણ ઉદ્યોગ શરૂ કરવા માટેની કુશળતા પ્રાપ્ત કરી શકે એ માટે ખાસ શરૂ કરાયેલી સ્કિલટેક પ્લેસફોર્મ હુનર ઑનલાઇન કોર્સીસે મહિલા આર્થિક રીતે સદ્ધર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હુનર ઑનલાઇન કોર્સીસનાં રોકાણકાર શિલ્પા શેટ્ટીની ઉપસ્થિતિમાં દેશના 28 રાજ્યોમાં પંચાવન હજારથી વધુ મહિલા સાહસિકોને તૈયાર કરવાની સાથે ભારતના ખૂણે ખૂણે પહોંચવા સુધીની યાત્રાની ઉજવણી કરી હતી. આ અવસરે પ્રેરક બ્રાન્ડ ફિલ્મોના વર્લ્ડ પ્રીમિયરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૃઢ નિશ્ચય ધરાવતી મહિલાઓની વાસ્તવિક જીવની દર્શાવવામાં આવી છે. આ મહિલાઓએ તેમની સામેના પડકારોને પહોંચી વળવા પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરવાની સાથે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી.
દેશના 28 રાજ્યોનાં છ હજારથી વધુ ગામડાંઓમાં રહેતી 30 લાખથી વધુ ગૃહિણીઓ, વિદ્યાર્થીનીઓ, કામધંધો કરતી મહિલાઓ સામેલ છે. આમાંથી 30 ટકા મહિલાઓ પહેલેથી સરકાર દ્વારા પ્રમાણિત ફૅશન, ફૂડ અને બ્યૂટિ કોર્સ કર્યા બાદ તેમનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવી રહી છે. હુનર ઑનલાઇન કોર્સ મહિલા સાહસિકોના રાષ્ટ્ર નિર્માણના તેમના વિઝનને આગળ વધારવા માટે એના રોકાણકારની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શિલ્પા શેટ્ટી સાથે હાથ મેળવ્યા છે.
આ પ્રસંગે હુનર ઑનલાઇન કોર્સીસનાં સીઈઓ નિષ્ઠા યોગેશે જણાવ્યું કે, અમે અમારા રોકાણકાર અને ભાગીદાર શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અમારા માર્ગદર્શક નીતા લુલ્લા અને તમામ પ્રતિભાગીઓના કૌશલ્ય સંપાદન દ્વારા મહિલાઓની પ્રગતિના અમારા મિશનમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ આભારી છીએ.