મરીન લાઇન્સ ખાતે આવેલા ૧૩૧ વર્ષ જૂના પી. જે. હિન્દુ જિમખાનાની મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રોગ્રેસીવ પૅનલે જ્વલંત વિજય મેળવ્યો હતો.
આ અગાઉ ૨૦૨૨/૨૦૨૪ના કાર્યકાળ માટે થયેલી ચૂંટણીમાં પ્રોગ્રેસીવ પૅનલના તમામ ૧૪ સભ્યોએ બહુમતીથી જીત મેળવી હતી.
આ વખતની ચૂંટણીમાં પ્રોગ્રેસીવ પૅનલના ૧૪માંથી ૧૧ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
જ્યારે સેક્રેટરીની બે પોસ્ટ અને ટેબલ ટેનિસની પોસ્ટ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રોગ્રેસીવ પૅનલના જિગ્નેશ સંઘવી અને પ્રણવ ચીખલ જીતી ગયા હતા. તો ટેબલ ટેનિસ સેક્રેટરી તરીકે પ્રોગ્રેસીવ પૅનલના જયંત કુલકર્ણી એ જીત મેળવી હતી.
આ વરસે પણ લી રૉય ડીસાના નેતૃત્વ હેઠળ પ્રોગ્રેસીવ પૅનલના તમામ સભ્યોએ જીત મેળવી છે.
પ્રોગ્રેસીવ પૅનલના ચૂંટાયેલા સભ્યો :-
લેરૉય ડી’સા (પ્રેસિડન્ટ)
અલ્પેશ ધારિયા (વાઇસ પ્રેસિડન્ટ)
જિગ્નેશ સંઘવી (જોઇન્ટ સેક્રેટરી)
પ્રણવ ચીખલ (જોઇન્ટ સેક્રેટરી)
કુલદીપ ખટાઉ (ટ્રેઝરર)
રાજેશ મહેતા (ટ્રેઝરર),
મૌલિક મર્ચન્ટ (ક્રિકેટ સેક્રેટરી)
જયકુમાર ઠક્કર (ટેનિસ સેક્રેટરી)
ધ્રુવ સીતવાલ (બિલિયર્ડ સેક્રેટરી)
કેતન પંડ્યા (બેડમિન્ટન સેક્રેટરી)
જયંત કુલકર્ણી (ટેબલ ટેનિસ સેક્રેટરી)
મેહુલ મહેતા (જિમ્નેસ્ટિક્સ અને ફિલ્ડ ટ્રેનિંગ, ચેસ, બ્રિજ અને કેરમ સેક્રેટરી)
પિનાકિન સંપટ (સ્પેશિયલ મેમ્બર)
ભૈરવ મારફતિયા (એડિશનલ મેમ્બર).