ઇન્ડી ગઠબંધનમાં જેટલા પક્ષો છે એટલા તો વડા પ્રધાન પદના ઉમેદવાર હોવાની ટીકા મોદીએ કરી હતી
મુંબઈમાં મહાયુતિના ઉમેદવારો માટે શિવાજી પાર્ક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૅલી યોજી હતી. આ સભામાં મોદીએ કૉંગ્રેસ પર પ્રહારો કરવાની સાથે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ વિકસિત ભારતનું સપનું જુએ છે.
શિવાજડી પાર્ક ખાતેની પ્રચાર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અને વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતૌ. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોની સત્તા હતી એ સમયના વડા પ્રધાનોના લાલ કિલ્લા પરના ભાષણો પર નજર નાખશો તો એમા માત્ર ગરીબોનો જ ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ અમે છેલ્લા દસ વરસમાં પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. ઇન્ડી ગઠબંધનમાં જેટલા પક્ષો છે એટલા તો વડા પ્રધાન પદના ઉમેદવાર હોવાની ટીકા મોદીએ કરી હતી.
મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદજાન પર યોજાયેલી સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત મરાઠીમાં કરી હતી. મી તુમ્હાલા વિકસીત ભારત આપીને જઇશ. આ સ્વપ્ન પૂરું કરવા મોદી ચોવીસ કલાક કામ કરશે. 2047માં ભારતને વિકસીત ભારતનું લક્ષ્ય
છે અને એ મુજબ કામ કરી રહ્યો છું.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે દેશ વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકની અર્થ વ્યવસ્થા હતો. 2014માં જ્યારે અમારા હાથમાં સત્તા આવી ત્યારે આ લોકો દેશની અર્થ વ્યવસ્થાને અગિયારમાં સ્થાને પહોંચાડી હતી. આજે દસ વરસ પછી ભારત વિશ્વની છઠ્ઠા ક્રમાંકની અર્થ વ્યવસ્થા બન્યું છે. દેશને સ્વતંત્રતા મળી એ સમયે ગાંધીજીવની સલાહ માનીને કૉંગ્રેસનું વિસર્જન કર્યું હોત તો આજે દેશ પાચ દાયકા આગળ હોત.
370મી કલમ અંગે જણાવતા વડા પ્રધાને કહ્યું કે વિશ્વની કોઈ તાકાત એને પાછી લાગુ કરી શકશે નહીં. આ કલમ હાવનાર મોદી જ બંધારણનો રખેવાળ છે. કૉંગ્રેસે તો બંધારણને બદલ્યું હોવાની ટીકા કરી હતી.મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે મુંબઈને એનો હક્ક પાછો આપવા આવ્યો છું. એ સાથે તેમણે જણાવ્યું કે આજે મુંબઈને આધુનિક મૂળભૂત સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. મુંબઈની મોટ્રો, જેએનપીટી ટર્મિનસ જેવા અનેક મોટા પ્રોજેક્ટ આ લોકોએ અટકાવ્યા અને ભટકાવ્યા હતા.
મોદીએ મુંબઈગરાને ભારી સંખ્યામાં મતદાન કરવાનું આહવાન કર્યું હતું. મુંબઈગરા મોટી સંખ્યામાં મત કરવા બહાર આવે. તમારો એક એક મત મોદીને જવાનો હોવાથી આ વખતે ભૂતકાળના તમામ વિક્રમો તૂટશે એમ તેમણે જણાવ્યું હતું.
મોદી સરકારે અનેક હિંમતભ્રાય નિર્ણયો લીધા છે : રાજ ઠાકરે
નરેન્દ્ર મોદીના પહેલા પાંચ વરસના કાર્યકાળ અંગે મારે જે કહેવું હતું એ મેં 2019માં જ કહી દીધું. હવે મોદી સરકારની બીજી ટર્મ અંગે વાત કરીએ. પાંચ વરસના કાર્યકાળ દરમિયાન રામ મંદિર, 370મી કલમ અને ત્રણ તલાક જેવા અનેક હિંમતભર્યા નિર્ણયો લીધા, આ અંગે હું વડા પ્રધાનને અભિનંદન આપું છું. એ સાથે જવાહરલાલ નેહરુ બાદ મોદી ત્રીજીવાર દેશના વડા પ્રધાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.






