રામલલ્લાનો સૂર્ય અભિષેક બપોરના 12.01 શરૂ થયો. સૂર્યના કિરણો રામ લલ્લાના ચહેરા પર પડ્યા અને 75 મિમિનું તિલક રામજીના કપાળ પર બન્યું. દુનિયા ભક્તિ અને વિજ્ઞાનના અદ્ભુત સંગમને ભક્તિભાવથી નિહાળ્યો. સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિકો મહિનાઓથી તૈયારી કરી રહ્યા હતા. રામનવમી પહેલાં અનેકવાર ટ્રાયલ પણ કરવામાં આવ્યા. આજે જ્યારે ઘડિયાળના કાંટા 12.01 પર પહોંચ્યા કે સૂર્યના કિરણો સીધા રામના ચહેરા પર પહોંચ્યા. સૂર્ય અભિષેક 12.06 વાગ્યા સુઘી થતો રહ્યો.
સૂર્યાભિષેક માટો વૈજ્ઞાનિકોએ છેલ્લા વીસ વરસના અયોધ્યાના આકાશમાંની સૂર્યની ગતિનું અધ્યયન કર્યું હતું. ચોક્કસ દિશા વગેરે નક્કી કર્યા બાદ મંદિરના ઉપરના હિસ્સામાં રિફ્લેક્ટર અને લેન્સ બેસાડ્યા. સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પહોંચે એ રીતે સેટ કરવામાં આવ્યા. સૂર્યના કિરણો ઉપરના માળના લેન્સ પર પડ્યા. ત્યાર બાદ ત્રણ લેન્સથી પસાર થઈ બીજા માળના મિરર સુધી આવ્યા. છેલ્લે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર 75 મિલીમીટરના તિલક સ્વરૂપે દેદિપ્યમાન થયા અને લગભગ પાંચ મિનિટ સુધી અભિષેક થતો રહ્યો.
સૂર્ય તિલક માટે આઈઆઈટી રૂરકી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટે એક ખાસ ઑપ્ટોમિકેનિકલ સિસ્ટમ તૈયાર કરી છે. એમાં મંદિરના સૌથી ઉપરના (ત્રીજા માળ) પર મુકેલા દર્પણ પર બરોબર બાર વાગ્યે સૂર્યની કિરણ પડે કે એ 90 ડિગ્રી પરાવર્તિત થઈ પીતળના પાઇપમાં જશે. પાઇપના છેડા પર એક બીજો કાચ બેસાડવામાં આવ્યો છે. આ કાચથી સૂર્ય કિરણ ફરી પરાવર્તિત થશે અને પીતળના પાઇપ વડે 90 ડિગ્રીનો વળાંક લેશે.
બીજીવાર પરાવર્તિત થયા બાદ સૂર્ય કિરણો સીધી દિશામાં નીચેની તરફ જશો. કિરણોના આ રસ્તામાં એક પછી એક એવા ત્રણ લેન્સ આવશે, જેના થકી એની તીવ્રતા વધી જશે. વધેલી તીવ્રતા સાથે કિરણો આ કાચ પર પડશે અને ફરી 90 ડિગ્રી વળાંક લઈ સીધા રામ લલ્લાના લલાટ પર પડશે. આમ રામલલ્લાનું સૂર્ય તિલક પૂરું થશે.