• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, September 13, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Mumbai

માત્ર કૉચ નહીં, વરિષ્ઠ નાગરિકોના સન્માનની સુરક્ષા પણ જરૂરી

by P C KAPADIA
July 30, 2026
in Mumbai
0
માત્ર કૉચ નહીં, વરિષ્ઠ નાગરિકોના સન્માનની સુરક્ષા પણ જરૂરી
Share on FacebookShare on Twitter

રેલવેની પહેલ પ્રશંસનીય, પરંતુ કડક અમલ વિના સુવિધા બની રહી છે નિષ્ફળ

સમાજની પ્રગતિનું સાચો માપદંડ એ છે કે તે પોતાના વડીલોને કેટલું સન્માન અને સુરક્ષા આપે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કૉચની સુવિધા શરૂ કરવાનો નિર્ણય નિઃસંદેહ ઐતિહાસિક અને આવકારદાયક હતો. વર્ષો સુધીની માંગણી અને અનેક રજૂઆતો બાદ ૨૦૨૬માં આ સુવિધા અમલમાં આવી, પરંતુ તેનો હેતુ હજુ સુધી સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શક્યો નથી.

વરિષ્ઠ નાગરિકોના કૉચમાં કબજો જમાવી બેઠેલા જુવાનિયાઓ

હકીકત એ છે કે ધસારાના સમયમાં જ નહીં, સામાન્ય સમયે પણ વરિષ્ઠ નાગરિકોના કૉચમાં અન્ય મુસાફરો બેફામ ચઢી જાય છે. પરિણામે જે કૉચ વડીલોની સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે બનાવવામાં આવ્યો હતો, તે જ તેમના માટે અસુરક્ષાનું કારણ બની રહ્યો છે. નિયમનું પાલન કરવા વિનંતી કરનાર વરિષ્ઠ નાગરિકોને અપશબ્દો, ધમકીઓ અને અપમાનજનક વર્તનનો સામનો કરવો પડે છે. ફરિયાદ છતાં ઘણી વખત જવાબદાર તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળે છે.

આ મુદ્દે છાપું ડૉટ કૉમ દ્વારા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એ સાથે તેમને વિડિયો અને ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે છાપું ડૉટ કૉમ દ્વારા કરાયેલા સૂચનોને ગંભીરતાથી સ્વીકારી દરેક સ્ટેશન પર વરિષ્ઠ નાગરિકોના કૉચ અંગે નિયમિત એનાઉન્સમેન્ટ, ધસારાના સમયે આરપીએફ અથવા રેલવે પોલીસના જવાનની તૈનાતી તેમજ વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની ખાતરી આપી છે.

આ પહેલ ખરેખર આવકારદાયક છે, પરંતુ સફળતા ત્યારે જ મળશે જ્યારે તેનો કડક અમલ થશે. નિયમો માત્ર કાગળ પર નહીં, પરંતુ પ્લેટફોર્મ અને કૉચ સુધી પહોંચવા જોઈએ. મુસાફરોમાં પણ એટલી જ સંવેદના અને શિસ્ત આવવી જરૂરી છે કે તેઓ વડીલો માટેની અનામત સુવિધાનો આદર કરે.

વરિષ્ઠ નાગરિકો આપણા સમાજની અમૂલ્ય મૂડી છે. તેમની મુસાફરીને સુરક્ષિત, સન્માનજનક અને નિર્વિઘ્ન બનાવવી એ માત્ર રેલવે પ્રશાસનની નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. હવે સમય આવી ગયો છે કે નિયમોનું પાલન માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વર્તનમાં પણ જોવા મળે.

Tags: Ashwini VaishnavPRO Western RailwayRailway MinisterVinit AbhishekWestern Railwayઅશ્વિની વૈષ્ણવપશ્ચિમ રેલવેપીઆરઓ પશ્ચિમ રેલવેરેલવે પ્રધાનવિનીત અભિષેક
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સ્વાદનો ચટાકો... મલાડમાં જનતા વેફર્સનું નવું નઝરાણું!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com