ફરસાણથી લઈને મીઠાઈ, ચોકલેટ, ડ્રાયફ્રૂટ અને ચાટ કાઉન્ટર સુધી એક જ છત નીચે સ્વાદનો ઉત્સવ
મુંબઈ: મલાડ પૂર્વમાં છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી સ્વાદપ્રેમીઓના દિલ પર રાજ કરતું જનતા વેફર્સ હવે વધુ એક નવા સરનામા સાથે ગ્રાહકોની સેવા માટે તૈયાર થયું છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે હીરાબજાર (ડાયમન્ડ માર્કેટ) નજીક જનતા વેફર્સના નવા અત્યાધુનિક એસી આઉટલેટનું ઉદ્ઘાટન ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખળકરના હસ્તે કરવામાં આવ્યું.
૧૯૫૪માં શરૂ થયેલી જનતા વેફર્સની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરસાણની પરંપરાને આજે ખખ્ખર પરિવારની ચોથી પેઢી નવી ઊંચાઈ આપી રહી છે. યુવા ઋષિલના જણાવ્યા મુજબ નવા આઉટલેટમાં વિવિધ પ્રકારના ફરસાણ, મીઠાઈ, ચોકલેટ, આકર્ષક પેકિંગમાં ડ્રાયફ્રૂટ તેમજ ગુલાબજાંબુ અને રસગુલ્લા ઉપલબ્ધ છે. સાથે જ ચાટપ્રેમીઓ માટે વિશેષ ચાટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. મેનેજમેન્ટ અને સ્વચ્છતાની જવાબદારી નતાશા સંભાળશે, જ્યારે સમગ્ર કામગીરી પર ત્રીજી પેઢીના જીતુભાઈ નજર રાખશે. ગુરુપૂર્ણિમાના દિવસે નવા આઉટલેટમાં ગ્રાહકો અને શુભેચ્છકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જે જનતા વેફર્સ પ્રત્યેના વિશ્વાસ અને લોકપ્રિયતાનો પુરાવો બની રહી.





