ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ઘરઘર સુધી પહોંચાડવાની દિશામાં TATA.evએ વધુ એક મજબૂત પગલું ભર્યું છે. મુંબઈમાં યોજાયેલા લોન્ચ ઇવેન્ટમાં કંપનીએ પોતાની લોકપ્રિય Punch.evનો નવો અવતાર રજૂ કર્યો છે, જે એન્ટ્રી-લેવલ ઇવી સેગમેન્ટમાં નવા માપદંડ સ્થાપે છે. આ કાર ખાસ કરીને પહેલી ઇલેક્ટ્રિક કાર અથવા પહેલી ફેમિલી કાર લેતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

કિફાયતી કિંમત, વધારે વિશ્વાસ
નવી Punch.ev માત્ર *₹9.69 લાખ (એક્સ-શોરૂમ)* ની આકર્ષક શરૂઆતની કિંમતે લોન્ચ થઈ છે, જે ICE કારની નજીક ઇવી ઓન-રોડ કિંમત લાવે છે. સાથે જ BaaS (Battery as a Service) વિકલ્પ હેઠળ બેટરી EMI માત્ર ₹2.6 પ્રતિ કિમીથી શરૂ થાય છે—ખર્ચની ચિંતા દૂર કરતી મોટી સુવિધા.
રેન્જ અને ચાર્જિંગ: ચિંતા હવે ઇતિહાસ
40 kWh LFP બેટરી પેક સાથે Punch.ev 355 કિમી રિયલ-વર્લ્ડ રેન્જ (ARAI 468 કિમી) આપે છે, જ્યારે 30 kWh વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી બેટરી 26 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ થાય છે અને માત્ર 15 મિનિટમાં 135 કિમી રેન્જ મળી જાય છે—લોંગ ડ્રાઇવમાં નાનકડા બ્રેક જેટલો સમય.
લાઇફટાઇમ બેટરી વોરંટી
Punch.ev અનલિમિટેડ કિલોમીટર કવર કરતી લાઇફટાઇમ HV બેટરી વોરંટી સાથે આવે છે, જે પહેલીવાર ઇવી ખરીદનાર માટે વધારાનું પેકેજ છે.
*ભારતભરમાં મજબૂત ચાર્જિંગ ઇકોસિસ્ટમ*
TATA.evનું નેટવર્ક 1,500 શહેરોમાં 2.3 લાખ+ ચાર્જિંગ પોઇન્ટ્સ આવરી લે છે. IRA.ev એપથી રિયલ-ટાઇમ ઉપલબ્ધતા, નેવિગેશન અને પેમેન્ટ સરળ બને છે. 80 હાઇવે પર 130+ મેગા ચાર્જિંગ હબ્સ સાથે, દેશનું સૌથી મોટું સુપરફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે.
મેનેજમેન્ટ શું કહે છે?
લોન્ચિંગ પ્રસંગે શૈલેષ ચંદ્રાએ કહ્યું કે, “નવી Punch.ev ઇલેક્ટ્રિક મોબિલિટીને દરેક ઘર માટે પ્રેક્ટિકલ, કિફાયતી અને ચિંતા-મુક્ત બનાવે છ”






