મુંબઈને અડીને આવેલા જોડિયા શહેર મીરા-ભાયંદર સ્થિત કાશી-મીરા રોડ પર હાટકેશ ઉદ્યોગ ખાતે મારુતિ સુઝુકીના ભવ્ય શોરૂમ એરિના ડીલરશિપ, સુપ્રીમ ઑટોમોબાઇલનું ઉદઘાટન મારુતિ સુઝુકીના ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) નોબુતાકા સુઝુકી, સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ-સેલ્સ) શશાંક શ્રીવાસ્તવના હસ્તે શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મારુતિ સુઝુકી ભારતની અગ્રણી કાર નિર્માતા કંપની છે જેણે ગ્રાહકો માટે વેચાણ અને એ પછીનીMaruti સુવિધાઓ પૂરી પાડવા મુંબઈમાં અગ્રણી ઑટોમોબાઇલ ડીલરશિપ ગ્રુપ સુપ્રીમ ઑટોમોબાઇલની નિયુક્તિ કરવામાં આવી છે.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શશાંક શ્રીવાસ્તવે ભારતીય બજાર માટે મારુતિ સુઝુકીની યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સુપ્રીમ ઑટોમોબાઇલ્સના મેનેજિંગ ડિરેક્ટર તેજપાલ એલ. સિંઘાની, કમલ મોટર્સના માલિક છે અને તાતાના કૉમર્શિયલ વાહનોના અગ્રણી ડીલર પણ છે.






