ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ વધ્યુઃ સીપીઓ, કોટનના વાયદાના ભાવમાં ઘટાડો: કપાસ, મેન્થા તેલ, રબરમાં સુધારાનો સંચાર
બુલડેક્સ ફ્યુચર્સમાં 92 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 260 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,13,276 સોદાઓમાં કુલ રૂ.9,703.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 92 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 260 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 45,080 સોદાઓમાં કુલ રૂ.2,809.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,437 અને નીચામાં રૂ.47,142 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.93 ઘટી રૂ.47,187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.32 ઘટી રૂ.37,938 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.4,671ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,324ના ભાવે ખૂલી, રૂ.92 ઘટી રૂ.47,114ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,475 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,550 અને નીચામાં રૂ.63,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.81 ઘટી રૂ.63,145 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.90 ઘટી રૂ.63,405 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.104 ઘટી રૂ.63,400 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 17,661 સોદાઓમાં રૂ.3,186.78 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.206.60 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.247ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.25 ઘટી રૂ.704.45 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.19.4 ઘટી રૂ.1,441.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 35,131 સોદાઓમાં કુલ રૂ.2,348.77 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,013 અને નીચામાં રૂ.4,951 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.46 વધી રૂ.5,002 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 વધી રૂ.286.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,075 સોદાઓમાં રૂ.261.19 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1479.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 વધી રૂ.1,488 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,094ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,390 અને નીચામાં રૂ.18,065 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.231 વધી રૂ.18,343ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,166.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1174 અને નીચામાં રૂ.1159 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.40 ઘટી રૂ.1167.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.927.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.50 ઘટી રૂ.26,570 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,474 સોદાઓમાં રૂ.1,781.93 કરોડનાં 3,766.448 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,606 સોદાઓમાં કુલ રૂ.1,027.95 કરોડનાં 161.710 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.210.26 કરોડનાં 10,165 ટન, જસતના વાયદાઓમાં રૂ.326.30 કરોડનાં 13,175 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,616.60 કરોડનાં 22,7600 ટન, નિકલના વાયદાઓમાં રૂ.922.85 કરોડનાં 6,3720 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.110.77 કરોડનાં 6,200 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,743 સોદાઓમાં રૂ.707.87 કરોડનાં 14,22,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,388 સોદાઓમાં રૂ.1,640.90 કરોડનાં 5,74,45,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.1.04 કરોડનાં 140 ટન અને કોટનના વાયદાઓમાં 453 સોદાઓમાં રૂ.34.69 કરોડનાં 13000 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 210 સોદાઓમાં રૂ.8.43 કરોડનાં 90.72 ટન, રબરના વાયદાઓમાં 51 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 65 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,336 સોદાઓમાં રૂ.215.84 કરોડનાં 18,750 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,216.583 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 699.378 ટન, એલ્યુમિનિયમમાં 12,700 ટન, જસત વાયદામાં 9,025 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 17,182.500 ટન, નિકલ વાયદામાં 3,025.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,880 ટન, ક્રૂડ તેલમાં 5,26,600 બેરલ અને નેચરલ ગેસમાં 2,39,92,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 204 ટન, કોટનમાં 85075 ગાંસડી, મેન્થા તેલમાં 445.68 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 86,480 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,693 સોદાઓમાં રૂ.143.53 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 478 સોદાઓમાં રૂ.35.54 કરોડનાં 500 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,215 સોદાઓમાં રૂ.107.99 કરોડનાં 1,388 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,283 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,062 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,242ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,255 અને નીચામાં 14,163ના સ્તરને સ્પર્શી, 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 35 પોઈન્ટ ઘટી 14,174ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,656ના સ્તરે ખૂલી, 260 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 134 પોઈન્ટ ઘટી 15,464ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,636 સોદાઓમાં રૂ.952.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.147.41 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.23 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.731.13 કરોડનાં કામકાજ થયાં હતાં.
– નૈમિષ ત્રિવેદી






