કર્ણાટક કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આજે (22 મે, 2023)ના ગોમૂત્ર છાંટી બેંગલુરુના વિધાન સૌધમાં પૂજ કરી હતી. વિધાનસભાના સત્રની કાર્યવાહી શરૂ થાય એ પહેલા શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેઓ રાજ્યની વિધાનસભાનું શુદ્ધિકરણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્ખેનીય છે કે જાન્યુઆરીમાં કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે કહ્યું હતું કે તઓ વિધાન સૌધને ડેટોલ અને ગોમૂત્રથી સાફ કરશે, જેથી સત્તારૂઢ ભાજપને પેક અપ કરવાનું કહી શકાય.
ડીકેએસે ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે રાજ્યમાં બસવરાજ બોમ્મઈના નેતૃત્વવાળી સરકારના ભ્રષ્ટાચારથી વિધાનસભા પ્રદૂષિત થઈ હોવાથી એન ગંજલા (ગોમૂત્ર)થી શુદ્ધ કરશે, જેથી તેમનો પક્ષ સત્તામાં પાછો આવશે. આ બાબત દેશની સૌથી જૂની પાર્ટી માટે સાચી પુરવાર થઈ છે.
શિવકુમારે લોકાયુક્ત સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની ફરિયાદ કર્યા બાદ બોમ્મઈ સરકારને કહ્યું હતું, તમારી પાસે માત્ર 40-45 દિવસ બચ્યા છે. આ સમયગાળો તમારા તંબુને પેક કરવાનો સમય છે. અમે વિધાન સૌધાને ડેટોલથી સાફ કરશું. અમારી પાસે શુદ્ધિકરણ માટે ગૌમૂત્ર પણ છે. આ દુષ્ટ સરકારે જવી જોઇએ. લોકોની આ જ ઇચ્છા છે. બોમ્મઈ, તેમના પ્રધાનોને કહે કે તેમનો સામાન પેક કરે.






