મિત્ર રાષ્ટ્ર સાથે સૈન્યનો સહયોગ વધારવાની દિશામાં ભારતીય નૌકાદળનું જહાજ તાબર 13 જૂને એના લાંબા રોકાણની તૈનાતીની શરૂઆત કરી અને સપ્ટેમ્બરના અંત સુધી આફ્રિકા અને યુરોપના અનેક બંદરોની મુલાકાત લેશે. બંદરોની મુલાકાત દરમ્યાન તાબર પ્રોફેશનલ્સ, સોશિયલ સહિતના વિષયો પર વાતચીત કરશે. જહાજ મિત્ર દેશોના જહાજો સાથે સંયુક્ત કવાયતમાં પણ ભાગ લેશે.
તૈનાતી દરમ્યાન તાબર જિબુતી, મિસર, ઇટલી, ફ્રાન્સ, યુકે,રશિયા, નેધરલૅન્ડ, મોરક્કો અને આર્કટિક કાઉન્સિલના સ્વીડન, નોર્વે જેવા દેશોના પોર્ટ કૉલ કરતા ગલ્ફ ઑફ એડન, લાલ સમુદ્ર, સુએઝ નહેર, મેડિટરેનિયન સી, નોર્થ સી અને બાલ્ટિક સમુદ્રથી પસાર થશે. યજમાન દેશોના નૌકાદળની સાથે PASSEX ઉપરાંત જહાજને રૉયલ નેવીના પૂર્વ કોકણ, ફ્રાન્સીસી નૌકાદળના એક્સ વરૂણ અને રશિયન ફેડરેશન નેવીના એક્સ ઇન્દ્ર સાથે દ્વિપક્ષીય એક્સરસાઇઝમાં ભાગ લેશે.
તાબર 22 થી 27 જુલાઈ દરમ્યાન રશિયન નેવી ડેની ઉજવણીમાં પણ સહભાગી થશે.
જહાજ મિત્ર નૌસેનાઓ સાથે મળી કામ કરશે જેથી સૈન્ય સંબંધ બનાવવામાં, ઇન્ટર ઓપરેબિલિટી વિકસિત કરવા અને લાંબા અરસા સુધી પરિયોજનાને અમલમાં મુકી શકાય. ઇન્ડિયન નેવલ પ્રાથમિક હિતો માટે નિયમિતરૂપે વિદેશી દરિયાઈ વિસ્તારોમાં તૈનાત રહેતા હોય છે. આનો ઉદ્દેશ આવા જોડાણો થકી દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવાની સાથે દરિયાઈ જોખમ વિરૂદ્ધ સંયુક્ત અભિયાનોને મજબૂત કરવાનો છે.
આઈએનએસ તાબર રશિયામાં ભારતીય નૌકાદળ માટો બનાવાયેલ તલવાર શ્રેણીની ફ્રિગેટ છે. જહાજની કમાન કેપ્ટન એમ. મહેશના હાથમાં છે અને એમાં 300 કર્મચારીઓ છે. જહાજ હથિયારો અને સેન્સરની બહુમુખી રેન્જથી સજ્જ છે. એટલું જ નહીં, ભારતીય નૌકાદળના શરૂઆતની સ્ટીલ્થ ફ્રિગેટમાંની એક છે. જહાજ ભારતીય નૌકાદળના વેસ્ટર્ન ફ્લીટનો હિસ્સો છે જે મુંબઈ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડ અંતર્ગત આવે છે.






