પ્રેમની જાળમા ફસાવી પ્રેમિકા અને તેની માતા સતત ધમકાવી પૈસા પડાવતા
અહમદનગર જીલ્લાના અકોલા તાલુકામાં રહેતા એક ૨૪ વર્ષના યુવાને હનીટ્રેપમાં ફસાઈ ગયા બાદ થતી પ્રેમિકા અને તેની માતાની સતામણીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણે આરોપી માતા- પુત્રી સામે ગુનો નોંધી તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવામા આવી છે.
અકોલા તાલુકાના કળસ બુદ્રુક ગામમાં રહેતા સુમિત શિર્કે નામના એક યુવાનને સંગમનેર તાલુકાના ધુલેવાડીમાં રહેતી એક યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો.. છ મહિના પહેલાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધની આડમા યુવક ફસાતા શિકાર હાથમા આવ્યાની જાણ થતા પ્રેમિકા અને તેની માતા બંન્ને એ યુવક શિર્કે પાસેથી બહાના હેઠળ પૈસા પડાવવાનું શરૃ કર્યું હતું. જો તુ પૈસા નહીં આપે તો તારા ઘરે આવી બદનામી કરવાની અને પોલિસમા ફરિયાદ કરી આજીવન જેલના સળીયા પાછળ ધકેલવાની ધમકી આપી શિર્કેને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું હતું. યુવતી અને તેની માતા દ્રારા બ્લેકમેલિંગ કરાતા તે ગભરાઈ ગયો અને અવાર-નવાર નાની- મોટી રકમ યુવતીની માતાને ઉધાર લઈને પણ આપવા માંડયો હતો.
અંતે યુવતીની માતાએ ૫૦ હજારની માગણી કરી અને જો નહીં આપે તો તારા ઘરે આવી જાણું કરીશ તેમજ પોલીસમાં ફરિયાદ કરી જીવવું ભારે કરી નાંખીશ’ તેવી ધમકી યુવકને આપી હતી. આ ઉપરાંત યુવતીએ પણ ૫૦ હજાર નહીં આપે તો પાસેના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી.
આ વાતથી ગભરાઈ ગયેલા શિર્કેએ ઘરમાં કોઈ નહોતું ત્યારે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. મૃતક શિર્કેના મોત માટે તેની પ્રેમીકા અને તેની માતા કારણભૂત હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ હવે પોલીસે ગુનો નોંધી બન્ને સામે કાર્યવાહી હાથ ધરી છે.
Comments 1