મોસ્કીટો રિપેલ્લંટનો વપરાશ ખર્ચ છે માત્ર ૧.૫ રૂપિયા
આરોગ્ય મંત્રાલય, આઇસીએમઆર અને હિકાના નિષ્ણાતોએ ભારત મચ્છરજન્ય રોગોથી મુક્ત થવા ઇચ્છતો હોય તો નવીનતા અને જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે મચ્છરોનો તરત નાશ કરતું અને 4 કલાક સુધી અસરકારક ભારતનું સ્વદેશી ઇનોવેશન પેપર-આધારિત રિપેલ્લન્ટ વિકસાવ્યું
ગૂડનાઇટ જમ્બો ફાસ્ટ કાર્ડ તરીકે ઇનોવેશન પ્રસ્તુત, જેનો વપરાશદીઠ ખર્ચ વાજબી રૂ. 1.5 છે
આરોગ્ય મંત્રાલય, આઇસીએમઆર અને હિકાના નિષ્ણાતોએ ભારત મચ્છરજન્ય રોગોથી મુક્ત થવા ઇચ્છતો હોય તો નવીનતા અને જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો
ભારત કોવિડ મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો સ્વાસ્થ્ય માટે બમણું જોખમ છે. આ સમસ્યાનું સમાધાન કરવા ‘મચ્છરજન્ય રોગો સામેની લડાઈ અને નવીનતા માટેની જરૂરિયાત’ વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર), ધ ગેટ્સ ફાઉન્ડેશ, હોમ ઇન્સેક્ટ કન્ટ્રોલ એસોસિએશન (હિકા) અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના નિષ્ણાતો સામેલ થયા હતા. આ ચર્ચા દરમિયાન પરિવર્તનકારક નવીનતા જાહેર થઈ હતી, જે મચ્છરો સામે શહેરી અને ગ્રામીણજનોને સરળતાપૂર્વક, અસરકારક રીતે અને વાજબી ખર્ચે રક્ષણ આપી શકે છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની આરએન્ડડી (સંશોધન અને વિકાસ)ની ટીમે બનાવેલું આ પેપર-આધારિત મોસ્કિટો રિપેલ્લન્ટ તાત્કાલિક રાહત પ્રદાન કરે છે અને મચ્છરો સામે 4 કલાક સુધી રક્ષણ આપશે.
આ ગૂડનાઇટ જમ્બો ફાસ્ટ કાર્ડ સ્પાઇરલ આકારના પેપર કાર્ડ છે. એક જમ્બો ફાસ્ટ કાર્ડ બળતા ટેકનોલોજી ઝડપથી કામ કરવા સક્રિય થાય છે અને મચ્છરો પર તાત્કાલિક અસર શરૂ કરે છે. વળી આ રૂમમાં સારી સુંગધ પણ ફેલાવે છે.
ભારતમાં લગભગ 50 ટકા મોસ્કિટો રિપેલ્લન્ટનો ઉપયોગ બર્નિંગ ફોર્મેટ ધરાવે છે. એમાંથી લગભગ 30 ટકા બિનમાન્યતાપ્રાપ્ત અને ગેરકાયદેસર મોસ્કિટો રિપેલ્લન્ટ ઇન્સેન્સ સ્ટિકનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસરો કરે છે, કારણ કે તેમાં ઉત્પાદનમાં સક્રિય તત્વો સ્વરૂપે નુકસાનકારક રસાયણોનો ઉપયોગ કરે છે. જમ્બો ફાસ્ટ કાર્ડ યુઝર્સ માટે આ પ્રકારના ઉત્પાદનો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સલામત વિકલ્પો છે. આ પરિવર્તનકારક ઉત્પાદન વીજળી પર નિર્ભર નથી, જે શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે વ્યવહારિક વિકલ્પ છે તથા મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા સક્ષમ છે. ગૂડનાઇટ જમ્બો ફાસ્ટ કાર્ડ 10 કાર્ડના પેકમાં ઉપલબ્ધ છે અને એની કિંમત રૂ. 15ની વાજબી છે. એનો અર્થ એ છે કે, વપરાશદીઠ ખર્ચ રૂ. 1.5 જેટલો ઓછો છે.
આ ઇનોવેશન પર ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “ઘરગથ્થું ઇન્સેક્ટિસાઇડ કેટેગરીમાં લીડર તરીકે ગૂડનાઇટ નવીનતા પ્રત્યે કટિબદ્ધ છે અને અતિ ઓછા ખર્ચે સલામત છતાં અસરકારક સમાધાનો પ્રદાન કરે છે. જમ્બો ફાસ્ટ કાર્ડ અમારું લેટેસ્ટ ઇનોવેશન છે, જે અમારી કેટેગરીની ઊંડી સમજણ અને દેશને અત્યારે શેની જરૂર છે એની સમજણનું પરિણામ છે. આ પરિવર્તનકારક પેપર-આધારિત ફોર્મેટ લોકોને ત્વરિત કામગીરી અને ફક્ત રૂ. 15માં 10 કાર્ડ 4 કલાક સુધી એની અસરકારક જાળવવાનો બેવડો લાભ આપશે. આ જમ્બો ફાસ્ટ કાર્ડ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં મચ્છરો સામે વાજબી અને અસરકારક બનાવશે.”






