• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ કપાસ, મેન્થા તેલ, સીપીઓમાં સુધારોઃ રબરમાં નરમાઈઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 61 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 46 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 183 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
November 11, 2021
in Corporate
0
સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,17,968 સોદાઓમાં કુલ રૂ.11,023.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 46 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 183 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 61 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 43,482 સોદાઓમાં કુલ રૂ.3,290.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,248ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,362 અને નીચામાં રૂ.48,168 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.48,273ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.38,660 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,799ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,700 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,900 અને નીચામાં રૂ.64,521 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 વધી રૂ.64,591 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.19 વધી રૂ.64,774 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.23 વધી રૂ.64,779 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,535 સોદાઓમાં રૂ.2,529.21 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3 વધી રૂ.208.40 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.20 વધી રૂ.280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.90 વધી રૂ.737.40 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.6 વધી રૂ.1,507.20 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 25,596 સોદાઓમાં કુલ રૂ.1,843.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,247ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,276 અને નીચામાં રૂ.6,216 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 વધી રૂ.6,230 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.30 ઘટી રૂ.361.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,708 સોદાઓમાં રૂ.328.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,801ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1801 અને નીચામાં રૂ.1790 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 વધી રૂ.1,795.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,990 અને નીચામાં રૂ.17,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.168 ઘટી રૂ.17,823ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,098ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1110 અને નીચામાં રૂ.1096.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.80 વધી રૂ.1101.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.50 વધી રૂ.935.80 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.480 વધી રૂ.32,730 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,333 સોદાઓમાં રૂ.1,817.21 કરોડનાં 3,763.108 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 34,149 સોદાઓમાં કુલ રૂ.1,473.66 કરોડનાં 227.188 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.272.21 કરોડનાં 13,165 ટન, જસતના વાયદાઓમાં રૂ.215.01 કરોડનાં 7,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,325.45 કરોડનાં 17,967.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.594.71 કરોડનાં 3,946.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.121.83 કરોડનાં 6,425 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,995 સોદાઓમાં રૂ.854.13 કરોડનાં 13,69,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,601 સોદાઓમાં રૂ.989.85 કરોડનાં 2,69,96,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,056 સોદાઓમાં રૂ.99.79 કરોડનાં 30550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 179 સોદાઓમાં રૂ.7.64 કરોડનાં 81.72 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.63 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,441 સોદાઓમાં રૂ.220.64 કરોડનાં 20,160 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,117.486 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 598.684 ટન, એલ્યુમિનિયમમાં 17,805 ટન, જસત વાયદામાં 7,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,647.500 ટન, નિકલ વાયદામાં 2,407.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,700 ટન, ક્રૂડ તેલમાં 7,30,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,22,81,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 135825 ગાંસડી, મેન્થા તેલમાં 380.16 ટન, રબરમાં 64 ટન, સીપીઓમાં 75,670 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,577 સોદાઓમાં રૂ.134.79 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 435 સોદાઓમાં રૂ.33.97 કરોડનાં 470 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 918 સોદાઓમાં રૂ.81.80 કરોડનાં 977 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,487 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,038 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,450ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,474 અને નીચામાં 14,428ના સ્તરને સ્પર્શી, 46 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ ઘટી 14,447ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,631ના સ્તરે ખૂલી, 183 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ વધી 16,756ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 6,345ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,371 અને નીચામાં 6,310 બોલાઈ, દિવસ દરમિયાન 61 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ ઘટી 6,313ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 31,070 સોદાઓમાં રૂ.2,895.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.262.09 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.52.42 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,580.29 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Tags: MCXMulti Comodity Exchangeએમસીએક્સમલ્ટી કોમોડિટી એક્સચેન્જ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોનાના વાયદાના ભાવમાં રૂ.464 અને ચાંદીમાં રૂ.787નો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com