• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો

by P C KAPADIA
December 5, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.310ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9299 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12587 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,92,261 સોદાઓમાં કુલ રૂ.21,918.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9299.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12586.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 97,677 સોદાઓમાં કુલ રૂ.4,817.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,348ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,348 અને નીચામાં રૂ.53,265 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.513 વધી રૂ.53,778ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.225 વધી રૂ.43,269 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.5,328ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,646ના ભાવે ખૂલી, રૂ.269 વધી રૂ.53,615ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,698ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,000 અને નીચામાં રૂ.65,301 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.655 વધી રૂ.65,423 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.510 વધી રૂ.66,916 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.494 વધી રૂ.66,898 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,366 સોદાઓમાં રૂ.1,583.86 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.215.15 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.4 વધી રૂ.277ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.95 વધી રૂ.701.45 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,326 સોદાઓમાં કુલ રૂ.2,850.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,577ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,725 અને નીચામાં રૂ.6,565 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.165 વધી રૂ.6,713 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.34.20 ઘટી રૂ.489.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 531 સોદાઓમાં રૂ.47.12 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,100 અને નીચામાં રૂ.31,530 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.310 ઘટી રૂ.31,590ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.40 ઘટી રૂ.941.70 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,738.32 કરોડનાં 3,213.343 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,079.07 કરોડનાં 458.854 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,152.66 કરોડનાં 17,34,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,698 કરોડનાં 34891250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.42.59 કરોડનાં 13400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.53 કરોડનાં 47.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,073.813 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 929.591 ટન, ક્રૂડ તેલમાં 967600 બેરલ અને નેચરલ ગેસમાં 18912500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 64900 ગાંસડી, મેન્થા તેલમાં 435.24 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.04 કરોડનાં 438 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,036ના સ્તરે ખૂલી, 90 પોઈન્ટ વધી 15,067ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,586.77 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.561.60 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.187.85 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,926.62 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,909.11 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.338.42 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.136 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.24.30 વધી રૂ.132.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.41 ખૂલી, ઊપરમાં રૂ.41 અને નીચામાં રૂ.32.20 રહી, અંતે રૂ.19.15 ઘટી રૂ.37.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.54 ખૂલી, ઊપરમાં રૂ.92 અને નીચામાં રૂ.40 રહી, અંતે રૂ.6 વધી રૂ.46.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,681.50 ખૂલી, ઊપરમાં રૂ.1,750 અને નીચામાં રૂ.1,463.50 રહી, અંતે રૂ.3.50 વધી રૂ.1,531 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.404 ખૂલી, ઊપરમાં રૂ.494.50 અને નીચામાં રૂ.404 રહી, અંતે રૂ.103 વધી રૂ.480.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.228.70 ખૂલી, ઊપરમાં રૂ.267.30 અને નીચામાં રૂ.193 રહી, અંતે રૂ.78 ઘટી રૂ.199.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.60 ખૂલી, ઊપરમાં રૂ.39 અને નીચામાં રૂ.19.40 રહી, અંતે રૂ.8.65 વધી રૂ.21.55 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450 ખૂલી, ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.355.50 રહી, અંતે રૂ.100.50 ઘટી રૂ.395.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,915.50 ખૂલી, ઊપરમાં રૂ.1,915.50 અને નીચામાં રૂ.1,630 રહી, અંતે રૂ.257.50 ઘટી રૂ.1,827 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.290 ખૂલી, ઊપરમાં રૂ.308 અને નીચામાં રૂ.262 રહી, અંતે રૂ.80.50 ઘટી રૂ.294 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું

સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com