પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 11054 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6542 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 38 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,220 સોદાઓમાં કુલ રૂ.4,996.44 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,068 અને નીચામાં રૂ.49,650 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.49,750ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.56 ઘટી રૂ.39,948 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.4,965ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,709ના ભાવે ખૂલી, રૂ.37 વધી રૂ.49,763ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,037ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,423 અને નીચામાં રૂ.55,890 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 371 ઘટી રૂ.56,157 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 283 ઘટી રૂ.56,631 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.292 ઘટી રૂ.56,752 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 24,708 સોદાઓમાં રૂ.3,651.36 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.70 વધી રૂ.191.80 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.4.50 વધી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.55 ઘટી રૂ.631.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.179ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,836 સોદાઓમાં કુલ રૂ.2,376.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,706ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,795 અને નીચામાં રૂ.6,607 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.78 વધી રૂ.6,763 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.40 વધી રૂ.582.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 386 સોદાઓમાં રૂ.30.58 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,240 અને નીચામાં રૂ.30,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.410 ઘટી રૂ.30,830ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.990 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,381.61 કરોડનાં 4,764.836 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,614.83 કરોડનાં 463.262 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,165.58 કરોડનાં 17,37,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,211 કરોડનાં 20792500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.23.88 કરોડનાં 7850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.70 કરોડનાં 67.32 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,222.866 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 949.873 ટન, ક્રૂડ તેલમાં 652700 બેરલ અને નેચરલ ગેસમાં 8087500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 62475 ગાંસડી, મેન્થા તેલમાં 679.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.38.33 કરોડનાં 556 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,785ના સ્તરે ખૂલી, 36 પોઈન્ટ ઘટી 13,800ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,541.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.157.52 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.47.61 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,477.55 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.855.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.211.90 ખૂલી, ઊપરમાં રૂ.254.90 અને નીચામાં રૂ.185.70 રહી, અંતે રૂ.30.50 વધી રૂ.242.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.43.60 ખૂલી, ઊપરમાં રૂ.50.30 અને નીચામાં રૂ.43.60 રહી, અંતે રૂ.8.25 વધી રૂ.48.75 થયો હતો. સોનું નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520 ખૂલી, ઊપરમાં રૂ.560 અને નીચામાં રૂ.501 રહી, અંતે રૂ.27.50 ઘટી રૂ.548.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.589 ખૂલી, ઊપરમાં રૂ.685 અને નીચામાં રૂ.511 રહી, અંતે રૂ.12 વધી રૂ.631 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.801 ખૂલી, ઊપરમાં રૂ.850 અને નીચામાં રૂ.772 રહી, અંતે રૂ.89 ઘટી રૂ.808 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215 ખૂલી, ઊપરમાં રૂ.285.90 અને નીચામાં રૂ.215 રહી, અંતે રૂ.24.80 ઘટી રૂ.227.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.25 અને નીચામાં રૂ.20.05 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.20.85 થયો હતો. સોનું નવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.515.50 ખૂલી, ઊપરમાં રૂ.595 અને નીચામાં રૂ.485 રહી, અંતે રૂ.50 વધી રૂ.558 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,860 ખૂલી, ઊપરમાં રૂ.2,030 અને નીચામાં રૂ.1,846.50 રહી, અંતે રૂ.181.50 વધી રૂ.1,997 થયો હતો. સોનું-મિનીઓક્ટોબર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.322 ખૂલી, ઊપરમાં રૂ.322 અને નીચામાં રૂ.260 રહી, અંતે રૂ.28 ઘટી રૂ.300 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી