સોનાનો વાયદો રૂ.144 અને ચાંદીનો વાયદો રૂ.648 વધ્યોઃ કોટનમાં ગાંસડીદીઠ રૂ.390નો સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10309 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6777 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 57 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,33,399 સોદાઓમાં કુલ રૂ.17,143.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10309.17 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6777.28 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,16,988 સોદાઓમાં કુલ રૂ.5,942.47 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,971ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,689 અને નીચામાં રૂ.49,935 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.144 વધી રૂ.50,138ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.80 વધી રૂ.39,639 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.5,001ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,920ના ભાવે ખૂલી, રૂ.123 વધી રૂ.50,025ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,208 અને નીચામાં રૂ.56,292 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 648 વધી રૂ.56,808 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 622 વધી રૂ.57,234 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.618 વધી રૂ.57,361 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,694 સોદાઓમાં રૂ.2,191.94 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.195.05 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.5.40 વધી રૂ.271ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.15 વધી રૂ.650.90 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.70 ઘટી રૂ.178ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 27,781 સોદાઓમાં કુલ રૂ.2,146.93 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,656ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,755 અને નીચામાં રૂ.6,616 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.26 ઘટી રૂ.6,674 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.568.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 371 સોદાઓમાં રૂ.27.83 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.30,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,450 અને નીચામાં રૂ.30,590 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.390 વધી રૂ.31,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15 ઘટી રૂ.975 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,305.61 કરોડનાં 4,580.017 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,636.86 કરોડનાં 637.084 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,138.08 કરોડનાં 17,05,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,009 કરોડનાં 17746250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.23.23 કરોડનાં 7625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.60 કરોડનાં 46.44 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,426.595 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 873.689 ટન, ક્રૂડ તેલમાં 714600 બેરલ અને નેચરલ ગેસમાં 8858750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 63075 ગાંસડી, મેન્થા તેલમાં 648.72 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.57.09 કરોડનાં 822 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,850ના સ્તરે ખૂલી, 68 પોઈન્ટ વધી 13,882ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,777.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.391.54 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.109.66 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,484.29 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.791.14 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 229.90 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180.10 ખૂલી, ઊપરમાં રૂ.222.50 અને નીચામાં રૂ.180.10 રહી, અંતે રૂ.13.50 ઘટી રૂ.197.30 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.115 ખૂલી, ઊપરમાં રૂ.145 અને નીચામાં રૂ.115 રહી, અંતે રૂ.19 વધી રૂ.120.50 થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.39 ખૂલી, ઊપરમાં રૂ.41.25 અને નીચામાં રૂ.36.55 રહી, અંતે રૂ.0.10 ઘટી રૂ.40.30 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.862 ખૂલી, ઊપરમાં રૂ.1,009 અને નીચામાં રૂ.860 રહી, અંતે રૂ.82 વધી રૂ.949 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.627 ખૂલી, ઊપરમાં રૂ.776 અને નીચામાં રૂ.627 રહી, અંતે રૂ.82.50 વધી રૂ.709.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.299.70 ખૂલી, ઊપરમાં રૂ.319.40 અને નીચામાં રૂ.255.30 રહી, અંતે રૂ.13 વધી રૂ.291.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.45.20 ખૂલી, ઊપરમાં રૂ.46.60 અને નીચામાં રૂ.41.75 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.43 થયો હતો. સોનું નવેમ્બર રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.238 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.185 રહી, અંતે રૂ.34.50 ઘટી રૂ.220 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,780 ખૂલી, ઊપરમાં રૂ.1,781 અને નીચામાં રૂ.1,500 રહી, અંતે રૂ.483.50 ઘટી રૂ.1,550.50 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,630 ખૂલી, ઊપરમાં રૂ.1,630 અને નીચામાં રૂ.1,350 રહી, અંતે રૂ.220.50 ઘટી રૂ.1,468 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી