કાર્યક્રમોમાં કોપીરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરવા માટે NOVEX નું માન્ય લાઇસન્સ લેવું જરૂરી
Novex Communications એ તમામ ગરબા આયોજકો અને નવરાત્રિ સ્થળ સંચાલકોને જાહેર નોટિસ આપી છે કે તેમના કાર્યક્રમોમાં કોપીરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરવા માટે NOVEX નું માન્ય લાઇસન્સ લેવું ફરજિયાત છે. નોટિસમાં જણાવાયું છે કે Novex Communications ને Saregama, Shemaroo, Zee Music Co., Tips, Yash Raj Films, Red Ribbon Entertainment અને Happy Music જેવી સંસ્થાઓના કોપીરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સ, મ્યુઝિક વગેરેના વ્યાપારી ઉપયોગ (Commercial Exploitation) માટે non-exclusive Public Performance License આપવાનો અધિકાર છે.
તાજેતરમાં NOVEX દ્વારા નીચે જણાવેલ સંચાલકોને નોટિસ મોકલવામાં આવી છે:

(1) YPD Weddings (2) Arts Club (3) BRG Education Institute (4) Gaekwar Enterprise Pvt Ltd (5) Karnavati Club (6) La Mensa (7) Purple Blue Events (8) Rajpath Club Ltd (9) Sar Infracon (10) Tathastu Party Plot (11) Transstadia Enterprises (12) United Baroda Foundation
નોટિસ દ્વારા (મુંબઈ હાઇકોર્ટ Injunctions) આયોજકો, સ્થળ સંચાલકો, DJs, ઇવેન્ટ મેનેજરો અને પરફોર્મર્સને ચેતવણી આપવામાં આવે છે કે NOVEX ના રેપર્ટુઆરમાંથી ગીતો NOVEX લાઇસન્સની માન્યતા લીધા વગર વગાડવા અથવા જાહેરમાં પ્રદર્શન કરવા કોપીરાઇટ ઍક્ટ, 1957ની કલમ 63 અને 69 મુજબ દંડનીય અપરાધ છે. દેશભરની અનેક પ્રતિષ્ઠિત હોટલ્સ અને સ્થળોએ NOVEX લાઇસન્સ મેળવી લીધા છે અથવા માનનીય હાઇકોર્ટ દ્વારા કાનૂની નિયંજ્ત્રણ (restrained) મુકવામાં આવ્યું છે.
Novex Communications એ આ નોટિસ Cease and Desist (મુંબઈ હાઇકોર્ટ Injunction) રૂપે જાહેર કરી છે કે ગરબા/નવરાત્રિ કાર્યક્રમોમાં NOVEX ના રેપર્ટુઆરમાંથી કોઈપણ સાઉન્ડ રેકોર્ડિંગ્સ માન્ય લાઇસન્સ વિના વગાડવા કે પ્રદર્શિત કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Novex Communications Private Limited આયોજકો અને સ્થળ સંચાલકોને જવાબદારીપૂર્વક તહેવાર ઉજવવા અને કોપીરાઇટના નિયમોનું પાલન કરવા માટે માન્ય NOVEX લાઇસન્સ મેળવવાની અપીલ કરે છે.






