મહારાષ્ટ્ર સરકારે કરેલી વિનંતીને પગલે વેસ્ટર્ન નેવલ કમાન્ડ, મુંબઈએ રાજ્ય પ્રશાસનની સહાય માટે ફ્લડ રેસ્ક્યુ ટીમ અને હૅલિકૉપ્ટર રવાના કર્યા છે.
પ્રતિકુળ હવામાન અને પ્રાભાવિત વિસ્તારમાં આવેલા ભારે પૂર છતાં નૌકાદળની સાત બચાવ ટુકડી ગુરુવારે રાત્રે રત્નાગિરી અને રાયગડ જિલ્લામાં રાહત કાર્ય માટે રવાના થઈ હતી. રાયગડ જિલ્લામાં પૂરમાં ફસાયેલા લોકોને ઉગારવા આજે સવારે (23 જુલાઈ 2021)ના આઈએનએસ શિકરાથી સીકિંગ 42સી હૅલિકૉપ્ટર પણ રવાના કરવામાં આવ્યું છે જે રાયગડના પોલાદપુર ખાતે વહેલી સવારથી બચાવકાર્ય કરી રહ્યું છે.
નૌકાદળની ફ્લડ રેસ્ક્યુ ટીમ અત્યાધુનિક સાધન સામગ્રીથી સજ્જ છે. તેમની પાસે જેમિની રબર બૉટ, લાઉડ હેલર્સ, ફર્સ્ટ એઇડ કિટ્સ, લાઇફ જૅકેટ્સ અને લાઇફ બૉય્સથી સજ્જ છે. બટાવ ટુકડીમાં નૌકાદળના નિષ્ણાત ડાઇવર્સ અને ડાઇવિંગ માટેના ઉપકરણો પણ સામેલ છે. નૌકાદળે જણાવ્યું હતું કે, જરૂર પડ્યે વધારાની બચાવ ટુકડી તૈનાત રાખવામાં આવી છે.