• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનના વાયદામાં ઉછાળોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 143 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
June 24, 2021
in Corporate
0
કોટનના વાયદામાં ઉછાળોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 143 પોઈન્ટની મૂવમેન્ટ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનના વાયદામાં 44,975 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,88,225 ગાંસડીના સ્તરે

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ

સીપીઓ, રબરમાં નરમાઈઃ કપાસ, મેન્થા તેલમાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,35,941 સોદાઓમાં કુલ રૂ.9,759.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ભાવ ઘટ્યા હતા. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં 44,975 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,88,225 ગાંસડીના સ્તરે રહ્યો હતો. કપાસ અને મેન્થા તેલમાં સુધારા સામે સીપીઓ અને રબરમાં નરમાઈ હતી, જ્યારે કોટનમાં ઉછાળો વાયદાના ભાવમાં આવ્યો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 103 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 143 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 81,921 સોદાઓમાં કુલ રૂ.4,097.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,092 અને નીચામાં રૂ.46,811 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 ઘટી રૂ.47,063ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.37,622 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,622ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,707 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,990 અને નીચામાં રૂ.67,369 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 ઘટી રૂ.67,917 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 25,760 સોદાઓમાં કુલ રૂ.1,644.56 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,408ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,472 અને નીચામાં રૂ.5,408 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.20 ઘટી રૂ.5,420 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.50 વધી રૂ.247.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,056 સોદાઓમાં રૂ.360.67 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,292ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1292 અને નીચામાં રૂ.1292 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.1,292 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,064ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,890 અને નીચામાં રૂ.16,064 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 ઘટી રૂ.16,654ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,027ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1036.60 અને નીચામાં રૂ.1023.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.60 ઘટી રૂ.1034.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21 વધી રૂ.1,017 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 વધી રૂ.24,480 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 31,135 સોદાઓમાં રૂ.2,217.14 કરોડનાં 4,724.033 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,786 સોદાઓમાં કુલ રૂ.1,880.03 કરોડનાં 275.454 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,357 સોદાઓમાં રૂ.734 કરોડનાં 13,48,900 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,403 સોદાઓમાં રૂ.910.56 કરોડનાં 3,67,00,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 914 સોદાઓમાં રૂ.109.94 કરોડનાં 44975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 398 સોદાઓમાં રૂ.19.90 કરોડનાં 181.8 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.59 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,713 સોદાઓમાં રૂ.230.21 કરોડનાં 22,880 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,523.240 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 580.876 ટન, ક્રૂડ તેલમાં 8,22,600 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,00,11,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 40 ટન, કોટનમાં 188225 ગાંસડી, મેન્થા તેલમાં 151.2 ટન, રબરમાં 162 ટન, સીપીઓમાં 69,930 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,936 સોદાઓમાં રૂ.161.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,470 સોદાઓમાં રૂ.125.23 કરોડનાં 1,727 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 466 સોદાઓમાં રૂ.36.48 કરોડનાં 490 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,903 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 548 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 14,490ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,535 અને નીચામાં 14,432ના સ્તરને સ્પર્શી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 7 પોઈન્ટ વધી 14,525ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 14,900ના સ્તરે ખૂલી, 143 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 14,956ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 6,281 સોદાઓમાં રૂ.647.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.160.73 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.91.83 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.395.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.320 ખૂલી, ઊપરમાં રૂ.337 અને નીચામાં રૂ.291.50 રહી, અંતે રૂ.13.50 ઘટી રૂ.329 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.26 ખૂલી, ઊપરમાં રૂ.30 અને નીચામાં રૂ.5.50 રહી, અંતે રૂ.1.50 ઘટી રૂ.24.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.158.70 ખૂલી, ઊપરમાં રૂ.170 અને નીચામાં રૂ.146 રહી, અંતે રૂ.6.70 ઘટી રૂ.150.70 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.46,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.345 ખૂલી, ઊપરમાં રૂ.405 અને નીચામાં રૂ.320 રહી, અંતે રૂ.40.50 વધી રૂ.345.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.50 ખૂલી, ઊપરમાં રૂ.5 અને નીચામાં રૂ.1 રહી, અંતે રૂ.2.50 ઘટી રૂ.2 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.169.60 ખૂલી, ઊપરમાં રૂ.180.80 અને નીચામાં રૂ.156 રહી, અંતે રૂ.6.80 વધી રૂ.176.40 થયો હતો.  

  • નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
દિવ-દમણની વેકસિનનો ડોઝનો જથ્થો કાંદિવલીના હિરાનંદાનીમાં અપાયો

દિવ-દમણની વેકસિનનો ડોઝનો જથ્થો કાંદિવલીના હિરાનંદાનીમાં અપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com