વિક્લી માર્કેટ રિપોર્ટ
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કપાસ, રબરમાં નરમાઈઃ સીપીઓ, મેન્થા તેલમાં સુધારોઃ
બુલડેક્સ ફ્યુચર્સમાં 264 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 686 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18 થી 24 જૂનના સપ્તાહ દરમિયાન 18,20,240 સોદાઓમાં કુલ રૂ.1,27,565.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.88 ઘટવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.134 વધ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 2,67,975 ગાંસડીનાં કામકાજ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.500નો ઉછાળો હતો. કપાસ અને રબરમાં નરમાઈ સામે સીપીઓ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18,063 સોદાઓમાં રૂ.1,467.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 11,177 સોદાઓમાં રૂ.901.31 કરોડનાં 12,412 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 6,886 સોદાઓમાં રૂ.566.40 કરોડનાં 7,723 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,987 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 565 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 14,555ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,628 અને નીચામાં 14,364ના સ્તરને સ્પર્શી, 264 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 34 પોઈન્ટ વધી 14,527ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 14,615ના સ્તરે ખૂલી, 686 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 508 પોઈન્ટ વધી 15,053ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 91,174 સોદાઓમાં રૂ.8,961.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,886.54 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,393.80 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,673.34 કરોડનાં કામકાજ થયાં હતાં.
વિશ્વબજારની વાત કરીએ તો આ લખાઈ રહ્યું છે ત્યારે યુએસ ડોલર ઈન્ડેક્સ 91.74ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ 10વર્ષીય બોન્ડ યિલ્ડ 1.48ના સ્તરે બોલાઈ રહ્યું હતું. યુએસ ડોલર રૂ.74.18, બ્રિટીશ પાઉન્ડ રૂ.103.15 અને યુરો રૂ.88.59ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1783 ડોલર અને ચાંદી 1 ઔંશદીઠ 26.27 ડોલરના સ્તરે હતા. ઘરેલૂ હાજર બજારમાં મુંબઈ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.90ના રૂ.47,065 અને 99.50ના રૂ.46,877 બોલાઈ રહ્યા હતા, જ્યારે મુંબઈ હાજર ચાંદી કિલોદીઠ રૂ.68,348ના સ્તરે રહી હતી. મુંબઈ સોના-ચાંદીના આ હાજર ભાવ જીએસટી સાથે ત્રણ ટકા ઉપર બોલાઈ રહ્યા હતા.
હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં 10,03,782 સોદાઓમાં કુલ રૂ.47,199.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,147ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,387 અને નીચામાં રૂ.46,633 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.88 ઘટી રૂ.46,870ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.446 ઘટી રૂ.37,320 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.37 ઘટી રૂ.4,605ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,417 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,740 અને નીચામાં રૂ.66,628 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.134 વધી રૂ.67,733 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.167 ઘટી રૂ.67,658 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.172 ઘટી રૂ.67,686 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં 2,16,585 સોદાઓમાં રૂ.35,699.16 કરોડના વેપાર થયા હતા. એમસીએક્સ એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.25 વધી રૂ.189.00 અને જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.5.75 વધી રૂ.239ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.21.15 વધી રૂ.718.50 અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રૂ.87.9 વધી રૂ.1,367.10 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.168ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 4,67,254 સોદાઓમાં કુલ રૂ.31,036.95 કરોડનો ધંધો થયો હતો. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,216ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,511 અને નીચામાં રૂ.5,185 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.197 વધી રૂ.5,437 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.00 વધી રૂ.254.30 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 23,382 સોદાઓમાં રૂ.3,200.31 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,297.00ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1297.00 અને નીચામાં રૂ.1278.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.13.00 ઘટી રૂ.1,292.00 બંધ થયો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.16,890 અને નીચામાં રૂ.16,064 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.215 ઘટી રૂ.16,654ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.990.70ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1069.90 અને નીચામાં રૂ.990.70 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.27.60 વધી રૂ.1036.40 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.33 વધી રૂ.1,017 અને એમસીએક્સ કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.500 વધી રૂ.24,280બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,68,414 સોદાઓમાં રૂ.21,495.82 કરોડનાં 45,740.085 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,35,368 સોદાઓમાં કુલ રૂ.25,703.73 કરોડનાં 3,771.466 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,724.01 કરોડનાં 1,42,375 ટન, જસતના વાયદાઓમાં રૂ.5,009.67 કરોડનાં 2,15,200 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.16,321.08 કરોડનાં 2,30,688 ટન, નિકલના વાયદાઓમાં રૂ.9,533.55 કરોડનાં 72,266 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,110.85 કરોડનાં 1,23,290 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,48,361 સોદાઓમાં રૂ.14,224.79 કરોડનાં 2,64,11,200 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,18,893 સોદાઓમાં રૂ.16,812.16 કરોડનાં 69,05,51,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 48 સોદાઓમાં રૂ.1.23 કરોડનાં 192 ટન અને કોટનના વાયદાઓમાં 5,209 સોદાઓમાં રૂ.645.95 કરોડનાં 267975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,711 સોદાઓમાં રૂ.86.56 કરોડનાં 815.76 ટન, રબરના વાયદાઓમાં 215 સોદાઓમાં રૂ.4.03 કરોડનાં 241 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 16,199 સોદાઓમાં રૂ.2,462.54 કરોડનાં 2,42,870 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,378.051 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 560.525 ટન, એલ્યુમિનિયમમાં 17,130 ટન, જસત વાયદામાં 9,715 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,100.000 ટન, નિકલ વાયદામાં 3,910.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,935 ટન, ક્રૂડ તેલમાં 7,54,400 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,22,86,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 40 ટન, કોટનમાં 188875 ગાંસડી, મેન્થા તેલમાં 151.2 ટન, રબરમાં 162 ટન, સીપીઓમાં 68,100 ટનના સ્તરે રહ્યો હતો.
- નૈમિષ ત્રિવેદી






