સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 6328 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9675 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 41 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,19,475 સોદાઓમાં કુલ રૂ.16,043.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6327.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9674.63 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,221 સોદાઓમાં કુલ રૂ.2,973.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,517ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,670 અને નીચામાં રૂ.54,441 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.125 વધી રૂ.54,646ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.43,787 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.5,348ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,089ના ભાવે ખૂલી, રૂ.130 વધી રૂ.54,196ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,821ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,190 અને નીચામાં રૂ.68,700 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 570 વધી રૂ.69,090 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 530 વધી રૂ.69,058 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.507 વધી રૂ.69,047 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,594 સોદાઓમાં રૂ.1,296.47 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.208.20 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.2.30 વધી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.90 વધી રૂ.717.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,909 સોદાઓમાં કુલ રૂ.2,010.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,499ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,588 અને નીચામાં રૂ.6,479 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.113 વધી રૂ.6,548 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ઘટી રૂ.416.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 832 સોદાઓમાં રૂ.47.47 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,655 બોલાઈ રહ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.29,590 અને નીચામાં રૂ.29,010 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.29,130ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.80 ઘટી રૂ.973.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,083.08 કરોડનાં 1,987.154 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,890.60 કરોડનાં 274.028 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.716.15 કરોડનાં 10,96,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,294 કરોડનાં 31060000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.19.48 કરોડનાં 6650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.27.92 કરોડનાં 284.04 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,742.133 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 996.354 ટન, ક્રૂડ તેલમાં 673100 બેરલ અને નેચરલ ગેસમાં 30388750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 25950 ગાંસડી, મેન્થા તેલમાં 459 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.40.80 કરોડનાં 534 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,251ના સ્તરે ખૂલી, 49 પોઈન્ટ વધી 15,302ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,674.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.496.93 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.89.58 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,522.56 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,564.68 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 245.93 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.365 ખૂલી, ઊપરમાં રૂ.470 અને નીચામાં રૂ.353.50 રહી, અંતે રૂ.71 વધી રૂ.459.50 થયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.35 ખૂલી, ઊપરમાં રૂ.67.50 અને નીચામાં રૂ.20 રહી, અંતે રૂ.10 વધી રૂ.61 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,715 ખૂલી, ઊપરમાં રૂ.2,128 અને નીચામાં રૂ.1,715 રહી, અંતે રૂ.256 વધી રૂ.2,096.50 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,932.50 ખૂલી, ઊપરમાં રૂ.2,080 અને નીચામાં રૂ.1,835 રહી, અંતે રૂ.226.50 વધી રૂ.2,044.50 થયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.710ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14 ખૂલી, ઊપરમાં રૂ.14 અને નીચામાં રૂ.14 રહી, અંતે રૂ.4.20 ઘટી રૂ.14 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.386.50 ખૂલી, ઊપરમાં રૂ.425 અને નીચામાં રૂ.347 રહી, અંતે રૂ.25.50 ઘટી રૂ.380 થયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.13 અને નીચામાં રૂ.7.50 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.8.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,030 ખૂલી, ઊપરમાં રૂ.1,030 અને નીચામાં રૂ.910 રહી, અંતે રૂ.159 ઘટી રૂ.928.50 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,015.50 ખૂલી, ઊપરમાં રૂ.1,090 અને નીચામાં રૂ.965.50 રહી, અંતે રૂ.63.50 ઘટી રૂ.1,041 થયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.40 ખૂલી, ઊપરમાં રૂ.11.40 અને નીચામાં રૂ.11.40 રહી, અંતે રૂ.1.14 વધી રૂ.11.40 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી