મુંબઈના અંધેરી (પશ્ચિમ) સ્થિત સિટી મોલ ખાતે બિગ બિઝનેસ કાઉન્સિલ (BBC) ની નવી શાખા કચેરીનું આજે ભવ્ય ઉદ્ઘાટન થયું. વિવિધ ઉદ્યોગોના વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સને જોડતું આ જીવંત નેટવર્કિંગ પ્લેટફોર્મ વિકાસના નવનવા અવસર ખોલવા તૈયાર છે.
ઉદ્ઘાટન પ્રસંગે BBC ના બ્રાન્ડ એમ્બેસેડર અને આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફર બેરોન સંદીપ સોપારકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ ઉજાસ ઉમેર્યો.
હરેશ મહેતા અને ડૉ. અલકા વાલાવલકર દ્વારા સ્થાપિત BBC નો ધ્યેય સહયોગ, વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને સામૂહિક સફળતાને પ્રોત્સાહન આપવાનો છે.
BBC માં ફક્ત બિઝનેસ જ નહીં, પણ સાથે મળીને વિકાસ એ સંસ્થાનો સાચો મંત્ર છે.






