મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી ખાતે મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર આવેલા ઉપલાટ ખાતે દિગમ્બર જૈન તીર્થંસ્થાન જિનશરણં તીર્થંધામનો પાંચ દિવસીય પંચકલ્યાણક મહોત્સવ ૧૭ થી ૨૨ ફેબ્રુઆરીના યોજાઈ રહ્યો છે. આજ્ઞા સમ્રાટ પ પૂ ગણાધિપતિ આચાર્યશ્રી પુષ્પદન્ત સાગરજી ગુરુદેવ બુધવારે વસંત પંચમીએ પધારવાના છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત ગૌરવ આચાર્યશ્રી પુલક સાગરજી ગુરુદેવના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે. ઉપરાંત ભક્તામ્બર વાલે બાબા ડૉક્ટર આચાર્યશ્રી પ્રણામ સાગરજી ગુરુદેવ સમગ્ર આયોજનમાં વિશેષ યોગદાન આપી રહ્યા છે. તીર્થધામ ખાતે ભવ્ય સ્વર્ણિમ ગજરથ જિનાલય તૈયાર કરવામાં આવ્યું છે.
જિનશરણં તીર્થધામ અનેક વિશેષતાઓ ધરાવે છે. જેમાં મધ્ય પ્રદેશના આષ્ટા નગરના એક મુસ્લિમ પરિવારના ઘરના ખાતમુહૂર્ત સમયે મળી આવેલી પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પણ અહીં બિરાજમાન છે. એ સાથે મૂલનાયક તીર્થાધિપતિ કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાનની અષ્ટધાતુની 13 ફૂટની ભવ્ય પ્રતિમાના પણ દર્શન કરવાનો લ્હાવો ભક્તોને મળશે.
Jinsharanam
જિનશરણં ખાતે ત્રિમૂતિ ભગવાન આદિનાથ, શાંતિનાથ ભગવાન અને મહાવીર સ્વામિ ભગવાનની 21 ફૂટ ઊંચી દક્ષિણ અને ઉત્તર ભારતીય શિલ્પકલાનો અદભુત સંગમ ધરાવતી ત્રિમૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. તો જિનસહસ્રનામ 24 માનસ્તંભ પણ છે. જેજિનશરણં કલાપતરુ પાર્શ્વનાથના 1008 નામોના સ્વરુપનું એક સ્થળે દિવ્યદર્શન કરાવતા 24 માનસ્તંભ પણ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત ધ્યાન મંદિર, નવગ્રહશાતિ જિનાલય, નિર્જરા કુટીર, જિનશરણં છાત્રાવાસ, આહાર કક્ષ, સામાયિક ગુફા, અતિથિ નિવાસ, સમ્બોધિ સભાગાર, પ્રભુ પ્રસાદ, માતોશ્રી સમાધિ મંદિર, આર્યિકા મા દેવમતિ ઉપાશ્રય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

અહીં 150 વર્ષનું એક જ થડ ધરાવતું, સાત વૃક્ષનું સમૂહ અશોકવાટિકા છે જેનું આયુ ૧૫૦૦ વર્ષ છે. તેમ જ કલ્પવૃક્ષ છે જે ૮૦૦ વર્ષ જૂનું છે અને ૫૦૦૦ વર્ષની આયુ ધરાવે છે. આ વૃક્ષ પર ૧૪ વર્ષે રાત્રિના સમયે સફેદ ફૂલ આવે છે અને દિવસે ખરી જાય છે. અહીં આચાર્યો રોજ ૪ કલાક ધ્યાનમાં બેસે છે અને કહેવાય છે કે અહીં ધ્યાનમાં દરમિયાન માંગેલી તમામ ઈચ્છા પરિપૂર્ણ થાય છે.
પાંચ દિવસના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો શ્રાવકો દર્શનનો લાભ લેશે






