• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home City

વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેનના ગંભીર આક્ષેપો

by P C KAPADIA
October 16, 2025
in City, Mira Bhayandar
0
વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેનના ગંભીર આક્ષેપો
Share on FacebookShare on Twitter

ભૂતપૂર્વ મેયર સહિત 7/11ના અનેક પદાધિકારીના નામો
વિધાનસભાના 145-146 મતવિસ્તારમાં નોંધાયા હોવાનો દાવો

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલા મત ચોરીના આક્ષેપનો રેલો મીરા-ભાયંદર સુધી પહોંચ્યો છે. મત ચોરીના કથિત પુરાવાઓ સાથે મીરા-ભાયંદરના વરિષ્ઠ કૉંગ્રેસી નેતા મુઝફ્ફર હુસેને ભાજપના વર્તમાન વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા ભાજપના અનેક નેતાઓ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા.
મુઝફ્ફર હુસેને આક્ષેપ કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પંચ સાથે કુલડીમાં ગોળ ભાંગ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સાથે મળીને મીરા-ભાયંદર વિધાનસભાની ચૂંટણીમાં મતોની ચોરી કરી હતી. મત ચોરી કાંડમાં મીરા-ભાયંદર ભાજપના ભૂતપૂર્વ મેયર, નગરસેવકો અને પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ, વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની કંપની 7/11ના ડિરેક્ટરના નામ બંને મત વિસ્તારમાં હોવાનું મુઝફ્ફર હુસેને જણાવ્યું હતું.


આ સાથે કૉંગ્રેસના પ્રવક્તા દીપક બાગરીએ જણાવ્યું હતું કે અમે પુરાવા સાથે મત ચોરી થઈ હોવાનું પુરવાર કર્યું છે. ભૂતપૂર્વ મેયર ડિમ્પલ વિનોદ મહેતાનું (વોર્ડ નંબર સી-12) નામ 146 ઓવલા મજીવડા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલું છે. એ સાથે તેમનું નામ મીરા-ભાયંદર વિધાનસભા મતવિસ્તાર 145માં પણ નોંધાયેલું છે. મહાપાલિકાની ચૂંટણી દરમિયાન કરાયેલા એફિડેવિટમાં ડિમ્પલ મહેતાએ તેમનું ચૂંટણી ઓળખ પત્ર મજીવાડા મતવિસ્તારની યાદીમાં હોવાનું જણાવ્યું હતું. આમ છતાં 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ડિમ્પલે મીરા-ભાયંદર મત વિસ્તારના સભ્ય માટે ભાયંદર પૂર્વમાં આવેલી ભારતી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
તો ડિમ્પલના પતિ વિનોદ લાલચંદ મહેતાનું નામ પણ 145 મીરા-ભાયંદર વિધનસભા મતવિસ્તારમાં દાખલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ભૂતપૂર્વ નગરસેવક સંજય થેરાડે, તેમનાં પત્ની વનિતા, ભૂતપૂર્વ નગરસેવિકા કુસુમ ગુપ્તા અને તેમના પતિ સંતોષ ગુપ્તા, રવિકાંત ઉપાધ્યાય અને તેમનાં પત્ની શીતલના નામ પણ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા. એ સિવાય નરેન્દ્ર મહેતાની કંપની 7/11ના ડિરેક્ટર સખારામ સુર્વેનું નામ પણ 145ની મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું જેથી ભાજપના ઉમેદવારને એનો લાભ મળી શકે.
મુઝફ્ફર હુસેને વધુમાં જણાવ્યું કે, બે મતદાર ક્ષેત્રની મતદાર યાદીમાં નામ હોવા અંગેની ઔપચારિક ફરિયાદ ચૂંટણી અધિકારીને કરવા છતાં તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી. ભાજપના ભૂતપૂર્વ મેયર અને નગરસેવકોએ લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે.
કૉંગ્રેસના પ્રવક્તા દીપક બાગરીએ જણાવ્યું કે આ મામલે તલસ્પર્શી તપાસ થવી જોઇએ અને સંબંધિતો વિરૂદ્ધ કેસ નોંધાવો જોઇએ. એટલું જ નહીં, કૉંગ્રેસ દ્વારા સેંકડો ડબલ નામો અંગે ચૂંટણી પંચના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Tags: BJPCongressDimple MehtaMira BhayandarMuzaffar HuseinNarendra MehtaPoliticsકૉંગ્રેસડિમ્પલ મહેતાનરેન્દ્ર મહેતાભાજપમત ચોરીમીરા ભાયંદરમુઝફ્ફર હુસેનરાજકારણ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મુંબઈમાં વીસેક બાળકોને બંધક બનાવાતા ભયનો માહોલ : આરોપીની ધરપકડ

મુંબઈમાં વીસેક બાળકોને બંધક બનાવાતા ભયનો માહોલ : આરોપીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com