જિયો વર્લ્ડ ક્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કૃપા ચૅટોન મેન્યુફેક્ચટરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડના સીએમડી સતીષ વિઠલાનીએ બહુપ્રતિક્ષિત LIBF GCC Calling 2025 શિખર સમ્મેલનનો શુભારંભ કર્યો હતો. પ્રતિષ્ઠિત એલઆઈબીએફ શ્રણીની ત્રીજી એડિશનનો ઉદ્દેશ વૈશ્વિક વેપારના કૉલાબરેશનને પ્રોત્સાહન આપવું અને 2025માં દુબઈ ખાતે એ સમારંભનું આયોજન કરવામાં આવશે.
રવિન ગ્રુપ ઑફ કંપનીઝના સીએમડી વિજય કારિયાએ શિખર સમ્મેલન અંગેની જાણકારી આપી હતી. જેમાં ભારત અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. ભારત અને યુએઈની સરકાર દ્વારા સમર્થિત શિખર સમ્મેલનનું ઉદઘાટન મહામહિમ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનના હસ્તે કરવામાં આવશે. યુવાનો અને સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સમ્મેલનમાં એક હજારથી વધુ ડેલિગેટ્સ સામેલ થાય એવી અપેક્ષા છે.
અત્યાર સુધીની યાત્રા પર નજર નાખતા વિઠલાનીએ જણાવ્યું કે, યુગાન્ડા અને ગાંધીનગરમાં યોજાયેલાં શિખર સમ્મેલનમાં સીમા પારના સંબંધોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. યુગાન્ડા ખાતે ઉદઘાટન સમારંભમાં 34 દેશોના 950થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 36 એમઓયુ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત બાજી શિખર સમ્મેલનમાં બાર હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અનેક વૈશ્વિક વ્યાપારી સંબંધો મજબૂત થયા હતા. LIBF GCC Calling 2025 આ વારસાને આગળ વધારવાની અપેક્ષા છે, જેમાં આગામી ત્રણ-ચાર વરસમાં ભારત અને ભાગ લેનારા 37 દેશો વચ્ચે 4-5 બિલિયન ડૉલરનો બઝનેશ થાય એવી અપેક્ષા છે.
LIBF GCC Calling 2025ની ખાસ વિશેષતાઓમાં, યુવાનો અને સ્ટાર્ટઅપને કેન્દ્રમાં રાખવાની સાથે 34 ઔદ્યોગિક ક્ષેત્ર સામેલ છે. આર્થિક દૃષ્ચિએ જોઇએ તો આગામી ત્રણ-ચાર વરસમાં બિઝનેસમાં 4-5 બિલિયન ડૉલર જેટલો વધારો થાય એવી અપેક્ષા છે. સમ્મેલનને ભારત ઉપરાંત યુએઈની સરકારનું સમર્થન છે.