તમામ કલાકારોએ તેમની ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા
સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ દ્વારા આયોજિત મલ્હાર – ૨૦૨૪ની મ્યુઝિકલ નાઈટમાં ટીવીના પ્રસિદ્ધ કલાકાર પાર્થ સમાધાન, પાર્ટી ફિવરનાં કલાકાર પાયાલ દેવ અને અયાન અગ્નિહોત્રીની સાથે ધ ટ્રબલમેકર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારો એ તેમની ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

સેન્ટ ઝેવિયર્સ દ્વારા આ મ્યુઝિકલ નાઈટથી ૬ ઓગસ્ટના લોઅર પરેલ સ્થિત એન્ટીસોશિયલ ક્લબ ખાતે કૉલેજના આર્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટિવલનો ધમાકેદાર શુભારંભ થયો હતો.
મલ્હાર માત્ર મુંબઈનો જ નહીં પણ એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજીએટ ફેસ્ટિવલમાંનો એક છે. દર વરસે અહીં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ મ્યુઝિકલ નાઈટ શોને એ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સંગીતને માણી શકે.
પાર્થ સમાધાન ભારતીય ટેલિવિઝનના વિખ્યાત કલાકાર છે. મલહરમાં સામેલ વિદ્યાર્થીઓ પાર્થને જોવા, મળવા અને મ્યુઝિકલ નાઈટ માણવા ઘણા ઉત્સુક હતા. ઇવેન્ટ દરમિયાન પાર્થે એની આગામી ફિલ્મ ઘૂડચઢીનો પણ પ્રચાર કરવાની સાથે વિદ્યાર્થીઓ સાથે પંજાબી મુંડે ગીત પર ડાન્સ પણ કર્યો.
સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થીઓએ ઇવેન્ટને સફળ બનાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.