દક્ષિણ એશયાઈ કન્ટેન્ટ માટે દુનિયાની સૌથી મોટી સ્ટ્રીમિંગ સર્વિસ ઝી5 ગ્લોબલે એડ-ઑન્સના લૉન્ચિંગની સાથે ઝી5 ગ્લોબલ પ્લેટફોર્મ અંતર્ગત અનેક દક્ષિણ એશિયાના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મોને એક સાથે લાવવા માટેના વ્યુહાત્મક પ્લેટફોર્મ પર જ તેમની પસંદગીની દક્ષિણ એશિયાઈ મનોરંજન પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે સિંગલ વિન્ડો ઑફર કરશે. ઍડ-ઑન્સની કિમત લગભગ 1.49 ડૉલરથી શરૂ થશે. મુંબઈ સ્થિત પંચતારક હોટેલમાં આયોજિત મેગા ઇવેન્ટમાં ઝી5 ગ્લોબલના પ્રેસિડન્ટ ડિજિટલ બિઝનેસ એન્ડ પ્લેટફોર્મ્સ અમિત ગોએન્કા અને ચીફ બિઝનેસ ઑફિસર શ્રીમતી અર્ચના આનંદે ઝી5 ગ્લોબલ ઍડ-ઑન્સને લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં બૉલિવુડની જાણીતી હસ્તીઓ, ઉદ્યોગ જગતના દિગ્ગજો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અર્ચના આનંદે જણાવ્યું કે, ઝી5 ગ્લોબલ પર ઍડ-ઑન્સને લૉન્ચ કરવી એ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જે અમેરિકના બજારમાં નંબર વન દક્ષિણ એશિયાઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરીકે અમારી લીડરશિપની પોઝિશનને મજબૂત કરે છે. ઍડ-ઑન્સ અમેરિકાની સાથે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે પ્રવાસી ભારતીયો માટે ઝી5 ગ્લોબલ અંતર્ગત અનેક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના શ્રેષ્ઠ દક્ષિણ એશિયાઈ સામગ્રી રજૂ કરશે અને એ પણ વ્યાજબી દરે.
ઝી5 ગ્લોબલ ઍડ-ઑન્સ હાલ સિમ્પલી સાઉથ (તમામ દક્ષિણ ભારતીય ભાષાઓ) ઓહો ગુજરાતી (ગુજરાતી), ચૌપાલ (પંજબી, હરિયાણવી, ભોજપુરી), નમ્માફ્લિક્સ (કન્નડ), એપિક ઑન (હિન્દી) અને આઈસ્ટ્રીમ (મલયાલમ) જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના દરેક ભાષાના કાર્યક્રમો રજૂ કરે છે. ટૂંક સમયમાં ઓછામાં ઓછી છ ભાષાઓ એમાં સામેલ થાય એવી સંભાવના છે. ઝી5 ગ્લોબલ પહેલીવાર અમેરિકામાં વસતા વિશાળ ગુજરાતી ભાષીઓ માટે ગુજરાતી સામગ્રી પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવશે. આ નવી પહેલ બાદ ઝી5 ગ્લોબલ ઍડ-ઑન્સ પાર્ટનર પણ હવે પ્લેટફોર્મની ફિલ્મો, ટીવી શો અને વિવિધ ભાષાઓના ઓરિજિનલ કૉન્ટેન્ટની વિશાળ યાદીમાં સામેલ થશે. આ સામગ્રી 250000 કલાકથી વધુની છે.
જ્યારે અધ્યક્ષ અમિત ગોયેન્કાએ જણાવ્યું કે, વિશ્વભરમાં ડિજિટલ મનોરંજનનું મૉડેલ વિકસી રહ્યું છે, ત્યારે જરૂરી છે કે દિલચસ્પ અને ઉપયોગી સામગ્રીની ઉપભોક્તાઓની વધતી જતી માગને પૂરી કરી શકાય, કારણ એ આજની જરૂરિયાત પણ છે. અમારા એગ્રીગેટર પ્લેટફોર્મ ઝી5 ઍડ-ઑન્સની લૉન્ચિંગની સાથે અમારું લક્ષ્ય દર્શકો માટે મનોરંજનની અનોખી ઈકોસિસ્ટમ તૈયાર કરવાની છે જેથી દુનનિયામાં મનોરંજનમાં સક્રિય કંપનીઓ માટે પણ આવકનો નવો સ્રોત શરૂ થઈ શકે.
દક્ષિણ એશિયાઈ મનોરંજનને મોટા પાયે ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવામાં અગ્રણી બનવાની ઝી5 ગ્લોબલની આકાંક્ષાઓની સાથે લૉન્ચિં ઇવેન્ટમાં પૅનલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કમિંગ ઑફ એજ ઑફ સાઉથ એશિયન એન્ટરટેઇન્મેન્ટ – ધ ટાઇમ ઇન નાઉ થીમ પર આધારિત આ પૅનલ ચર્ચામાં મનોજ બાજપેયી, ગુનીત મોંગા, વિશાલ ભારદ્વાજ, પ્રતિક ગાંધી અને ઝી5 ગ્લોબલનાં અર્ચના આનંદ સામેલ થયાં હતાં. પૅનલ ચર્ચાનું સંચાલન અનુપમા ચોપરાએ કર્યું હતું. ચર્ચા દરમિયાન પૅનલિસ્ટોએ જણાવ્યું કે, કેવી રીતે દક્ષિણ એશિયાઈ દેશોના કૉન્ટેન્ટ આખરે કેન્દ્રમાં આવી રહ્યો છે. એ સાથે તેમણે જણાવ્યું કે વાર્તા કહેવાની કળામાં વ્યાપક બદલાવ આવ્યો છે.






