• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

by P C KAPADIA
December 16, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 11034 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8755 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 31 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,75,134 સોદાઓમાં કુલ રૂ.19,819.50 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11033.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8754.75 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,20,107 સોદાઓમાં કુલ રૂ.5,947.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,157ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,222 અને નીચામાં રૂ.54,005 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.83 વધી રૂ.54,190ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.43,455 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,339ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,855ના ભાવે ખૂલી, રૂ.71 વધી રૂ.53,866ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,673ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,801 અને નીચામાં રૂ.66,736 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 600 ઘટી રૂ.67,218 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 565 ઘટી રૂ.67,246 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.574 ઘટી રૂ.67,245 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,994 સોદાઓમાં રૂ.1,895.90 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.211.25 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.4.45 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.75 ઘટી રૂ.699.50 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,370 સોદાઓમાં કુલ રૂ.3,135.08 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,326 અને નીચામાં રૂ.6,133 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.227 ઘટી રૂ.6,159 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.35.20 ઘટી રૂ.541.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 785 સોદાઓમાં રૂ.54.56 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,400 અને નીચામાં રૂ.30,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.370 ઘટી રૂ.30,780ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.10 ઘટી રૂ.999.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,567.87 કરોડનાં 2,898.314 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.4,380.09 કરોડનાં 650.645 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,005.24 કરોડનાં 16,06,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,130 કરોડનાં 38922500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.37.04 કરોડનાં 11950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.17.52 કરોડનાં 173.16 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,177.677 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 862.552 ટન, ક્રૂડ તેલમાં 1134700 બેરલ અને નેચરલ ગેસમાં 12352500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 42050 ગાંસડી, મેન્થા તેલમાં 459 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.31.25 કરોડનાં 414 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,125ના સ્તરે ખૂલી, 19 પોઈન્ટ ઘટી 15,102ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,754.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.457.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.221.26 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,775.31 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,297.74 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 312.38 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.280.20 ખૂલી, ઊપરમાં રૂ.290.60 અને નીચામાં રૂ.224.00 રહી, અંતે રૂ.81.10 ઘટી રૂ.236.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.25 ખૂલી, ઊપરમાં રૂ.19.30 અને નીચામાં રૂ.13.15 રહી, અંતે રૂ.10.05 ઘટી રૂ.13.80 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.121.50 ખૂલી, ઊપરમાં રૂ.121.50 અને નીચામાં રૂ.100.00 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.115.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.262.00 ખૂલી, ઊપરમાં રૂ.350.00 અને નીચામાં રૂ.252.00 રહી, અંતે રૂ.54.50 વધી રૂ.340.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,505.00 ખૂલી, ઊપરમાં રૂ.1,618.50 અને નીચામાં રૂ.1,260.00 રહી, અંતે રૂ.273.50 ઘટી રૂ.1,403.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.00 ખૂલી, ઊપરમાં રૂ.38.00 અને નીચામાં રૂ.25.00 રહી, અંતે રૂ.15.35 વધી રૂ.36.70 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.199.90 ખૂલી, ઊપરમાં રૂ.280.10 અને નીચામાં રૂ.181.10 રહી, અંતે રૂ.66.60 વધી રૂ.264.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.690.00 ખૂલી, ઊપરમાં રૂ.705.00 અને નીચામાં રૂ.609.50 રહી, અંતે રૂ.43.50 ઘટી રૂ.617.00 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.22.00 ખૂલી, ઊપરમાં રૂ.26.50 અને નીચામાં રૂ.18.00 રહી, અંતે રૂ.5.00 વધી રૂ.25.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,331.50 ખૂલી, ઊપરમાં રૂ.1,612.00 અને નીચામાં રૂ.1,328.50 રહી, અંતે રૂ.151.50 વધી રૂ.1,481.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ઉત્તર મુંબઈ જિલ્લામાં ભારત જોડો યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com