ચિંચોલી બંદરથી પોઇસર ડેપો સુધી ભારત જોડો યાત્રા નીકળી હતી
રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલી ભારત જોડો યાત્રા આજે ઉત્તર મુંબઈ જિલ્લાના મલાડ ચીંચોલીથી શરૂ થઈ પોઇસર બસ ડેપો સુધી નીકળી હતી. જેમાં મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ, ઉપાધ્યક્ષ ચરણજીત સિંહ સપરા તેમ જ ઉત્તર મુંબઈના જિલ્લાધ્યક્ષ કાળુભાઇ બુધેલીયા, વિધાનસભ્ય અસલમ શેખ ઉપરાંત સેંકડો કાર્યકર્તા જોડાયા હતા.
વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે હાથમા બેનર ગળામાં કોંગ્રેસ મફ્લર અને માથા પર ગાંધી ટોપી પહેરી આ યાત્રા નીકળી હતી. આ પ્રસંગે કાળુભાઈએ જણાવ્યું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ ભાજપને જડબાતોડ જવાબ આપશે અને તેના ચિઠ્ઠા ખોલવામાં આવશે.
જ્યારે ભાઈ જગતાપે આવનારી મુંબઈ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજયી દેખાવ કરશે તેવો હુંકાર કર્યો હતો.