આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરી રહ્યાં છે વીણા શાહ
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની સાથે હર ઘર તિરંગાની ઉજવણી માટે દેશ થનગની રહ્યો છે. ત્યારે બોરીવલીના વાયુદેવતા કૉમ્પ્લેક્સ ખાતે રહેતાં વીણા શાહે તેમની હોન્ડા કારને એક લાખ ત્રિરંગાથી શણગારી છે.
જોતાવેંત આંખોમાં વસી જાય એવી કારમાં વીણા શાહ તેમના પતિ અને ટીમ સાથે આજે દિલ્હી જવા રવાના થયાં હતાં. દિલ્હી સુધીની મુસાફરી દરમિયાન તેઓ જે રાજ્યમાંથી પસાર થશે ત્યાંના સ્થાનિક લોકોમાં ત્રિરંગાનું વિનામૂલ્ય વિતરણ કરવાની સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાની પ્રેરણા આપશે.
એક બાજુ સરકારથી લઈ મહાપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે ધ્વજનું વિતરણ કરી રહી છે ત્યારે વીણા શાહે ગાંઠના પૈસા ખર્ચી લોકોમાં જાગૃતિ લાવવા મુંબઇથી દિલ્હી સુધીની તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે.
આ અવસરે વીણા શાહને ફ્લેગ ઓફ આપતા ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ ઝાંસીની રાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વીણા શાહ બોરીવલીનાં દેશપ્રેમી લક્ષ્મિબાઈ છે.
Comments 2