દેશ આઝાદીનો અમૃત મહોત્સવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ઉજવી રહ્યો છે. આના અનુસંધાનમાં સ્ટાર રિપોર્ટ મેગેઝિનના સ્થાપક હાર્દિક હુંડિયા દ્વારા દેશના 75 મહાનુભાવોને સ્ટાર અમૃત સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. આનો શુભારંભ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીજીના હસ્તે ડાયમંડ કિંગ ભરત શાહનું સન્માન કરીને કરવામાં આવ્યો હતો.
આના અનુસંધાનમાં ભારતીય પત્રકાર જગતમાં છેલ્લા 37 વરસથી તટસ્થ સમાચાર પ્રસિદ્ધ કરીને ઉમદા યોગદાન આપનારા વરિષ્ઠ પત્રકાર સતીષ સોની (ચક્રવાત, ન્યાય કા પ્રહરી અખબાર તથા કે ન્યુઝ, સીએન 24 અને ઇન ટાઇમ ચૅનલના મુંબઈ બ્યુરો ચીફ) તથા છેલ્લા 40 વરસથી ભારતીય સિનેમા જગતના સમાચારો વાચકો સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર વરિષ્ઠ પત્રકાર પ્રદ્યુમ્ન કાપડિયા (ફિલ્મી ઍક્શન ઇ-મેગેઝિન અને વેબસાઇટ તથા છાપું ડૉટ કૉમના તંત્રી)ને સ્ટાર રિપોર્ટ મેગેઝિનના કાર્યાલયમાં સ્ટાર રિપોર્ટ મેગેઝિનના તંત્રીશ્રી હાર્દિક હુંડિયા દ્વારા સુવર્ણ પુષ્પ, તિરંગા ઉપવસ્ત્ર અને સ્ટાર અમૃત સન્માન પત્રથી નવાજવામાં આવ્યા હતા. આ અવસરે જેટ ટેક કંપનીના દર્શિલ કોઠારીએ બંને વરિષઠ પત્રકારોને સુવર્ણ પુષ્પ આપી સન્માનિત કર્યા હતા.
આ અવસરે મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક જીતુભાઈ ખખ્ખરનું પણ સુવર્ણ પુષ્પ, તિરંગા ઉપવસ્ત્ર અને સ્ટાર અમૃત સન્માન પત્રથી નવાજવામાં આવ્યા હતા.
Comments 1