• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કપાસના વાયદામાં રૂ.10.50 અને રૂ (કોટન)માં રૂ.120ની નરમાઈઃ સીપીઓમાં સીમિત સુધારો

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 61 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 127 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
August 24, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,42,693 સોદાઓમાં કુલ રૂ.11,172.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ થઈ હતી. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો વાયદો 20 કિલોદીઠ રૂ.10.50 અને રૂ (કોટન)નો વાયદો ગાંસડીદીઠ રૂ.120 નરમ રહ્યો હતો. આ સામે ક્રૂડ પામતેલ (સીપીઓ)માં સીમિત રેન્જમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. મેન્થા તેલ ઢીલું ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 61 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 127 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 60,972 સોદાઓમાં કુલ રૂ.3,322.70 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,642 અને નીચામાં રૂ.47,472 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.47,620ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.38,085 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.4,738ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,792 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,277 અને નીચામાં રૂ.62,736 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.287 વધી રૂ.63,214 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.206 વધી રૂ.63,345 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.196 વધી રૂ.63,342 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 18,314 સોદાઓમાં રૂ.3,309.38 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 વધી રૂ.208.85 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.711.60 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.5 વધી રૂ.1,441.50 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 35,679 સોદાઓમાં કુલ રૂ.2,270.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,893ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,976 અને નીચામાં રૂ.4,880 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.82 વધી રૂ.4,969 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.293.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 3,227 સોદાઓમાં રૂ.338.43 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,451ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1459 અને નીચામાં રૂ.1445 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.50 ઘટી રૂ.1,453 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,930ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,389 અને નીચામાં રૂ.17,901 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.205 વધી રૂ.18,240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,173ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1187 અને નીચામાં રૂ.1173 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.30 વધી રૂ.1184.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.10 ઘટી રૂ.908.50 અને એમસીએક્સ કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 ઘટી રૂ.25,670 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,753 સોદાઓમાં રૂ.1,315.65 કરોડનાં 2,767.036 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,219 સોદાઓમાં કુલ રૂ.2,007.05 કરોડનાં 317.342 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.242.66 કરોડનાં 11,690 ટન, જસતના વાયદાઓમાં રૂ.274.13 કરોડનાં 11,115 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,706.81 કરોડનાં 24,032.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.964.12 કરોડનાં 6,718.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.121.66 કરોડનાં 6,800 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,850 સોદાઓમાં રૂ.931.05 કરોડનાં 18,90,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,829 સોદાઓમાં રૂ.1,339.92 કરોડનાં 4,55,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 882 સોદાઓમાં રૂ.82.22 કરોડનાં 31825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 819 સોદાઓમાં રૂ.30.44 કરોડનાં 330.48 ટન, રબરના વાયદાઓમાં 50 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 66 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,466 સોદાઓમાં રૂ.224.29 કરોડનાં 19,330 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,242.079 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 662.164 ટન, એલ્યુમિનિયમમાં 12,920 ટન, જસત વાયદામાં 7,090 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,4450 ટન, નિકલ વાયદામાં 2,3310 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,275 ટન, ક્રૂડ તેલમાં 5,71,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,98,50,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 65525 ગાંસડી, મેન્થા તેલમાં 471.96 ટન, રબરમાં 149 ટન, સીપીઓમાં 79,240 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,305 સોદાઓમાં રૂ.105.25 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 702 સોદાઓમાં રૂ.56.71 કરોડનાં 796 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 603 સોદાઓમાં રૂ.48.54 કરોડનાં 625 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,010 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 770 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,221ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,274 અને નીચામાં 14,213ના સ્તરને સ્પર્શી, 61 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 20 પોઈન્ટ વધી 14,267ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,522ના સ્તરે ખૂલી, 127 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 15,579ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 23,196 સોદાઓમાં રૂ.1,826.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.117.72 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.193.19 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,515.18 કરોડનાં કામકાજ થયાં હતા.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
Tags: કપાસબુલડેક્સમેટલડેક્સ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com