સી લિંકને કારણે દક્ષિણ મુંબઇથી નવી મુંબઈની મુસાફરી ૨૦ મિનિટમાં કરી શકાશે.
શિવડી ન્હાવા શેવા લિંકનું આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિરીક્ષણ કર્યું હતું. સી લિંક પર કાર ચલાવવાનો મોકો આજે ફડણવીસે ઝડપી લીધો. તેમણે સ્ટિયરિંગ હાથમાં લઈ ગાડીને ગિયરમાં લીધી. ફડણવીસ ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન તેમની બાજુની સીટ પર બેઠા હતા.
શિવડી ન્હાવા શેવ સી લિંકનું ૯૪ ટકા કામ પૂરું થયું છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં સી લિંકનુ લોકાર્પણ થવાની શક્યતા છે. આ સી લિંકને કારણે દક્ષિણ મુંબઇથી નવી મુંબઈની મુસાફરી ૨૦ મિનિટમાં કરી શકાશે. છે લેનનો શિવડી ન્હાવા શેવ સી લિંક ૨૧.૮ કિમી લાંબો છે. એમાંય દરિયા પર આ પૂલ અંદાજે ૧૬.૫ કિમી જેટલો છે.
આ અગાઉ પણ બંને નેતાઓએ સાથે પ્રવાસ કર્યો ત્યારે ફડણવીસે ડ્રાઇવિંગ કર્યું હતું. જેમાં નાગપુરથી શિરડી સાથે ગયા હતા. એ સમયે તેમણે મર્સિડીઝ કારમાં સમૃદ્ધિ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું.
Comments 1