સોમવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે, ફરિયાદીનો અપહરણ થયેલા આઠ વર્ષના પુત્ર અનવીર રાયતપાડા શાળાના મેદાનમાં રમી રહ્યો હતો, ત્યારે આરોપીએ તેને કાકીએ બોલાવ્યો હોવાનું કહી બળજબરીથી ઈકો કારમાં બેસાડી લઈ ગયો હતો. આ અંગે તલાસરી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલઘર પોલીસના સુપરિન્ટેન્ડન્ટ બાલાસાહેબ પાટીલ, એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ પંકજ શિરાસાથ, સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર સંજીવ પીંપલે, દહાણુ વિભાગના માર્ગદર્શન હેઠળ, તલાસરી પોલીસ સ્ટેશનના અધિકારી પોની/અજય વસાવેએ તપાસ માટે ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસને મળેલી પ્રાથમિક જાણકારી મુજબ આરોપી અને ફરિયાદીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું. જોકે ફરિયાદીએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ ગુસ્સામાં ફરિયાદીના પુત્રનું અપહરણ કર્યું હતું.
અપહૃત બાળકની શોધખોળ દરમિયાન મળેલી માહિતી અને ટેકનિકલ પુરાવાના આધારે કોઈ પણ કડી વગર 24 કલાકમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી 35 વર્ષના સિલ્વાસા વતનીને ઝડપી લીધો હતો. આમ કવાડા તલાસરી, જિ. પાલઘર પોલીસે માત્ર ચોવીસ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. અપહરણ કરાયેલ બાળકને એની માતાને સોંપવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ તલાસરી પોલીસ સ્ટેશન કરી રહ્યું છે.