કલવરી શ્રેણીની પાચમી સબમરીન આઈએનએસ વાગીર (INS Vagir)ને સોમવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. વાગીર સામેલ થતાં નૌકાદળના નહોર ઓર તીક્ષ્ણ થયા છે. મઝગાવ ડૉક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રાન્સ સાથેની ટેક્નોલૉજી ટ્રાન્સફર દ્વારા બનાવવામાં આવી છે. સોમવારે યોજાયેલા સમારંભમાં નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે નૌકાદળે જણાવ્યું કે, આ સબમરીન ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવાની સાથે દુશ્મનોને મારી હટાવવામાં સક્ષમ છે. એટલું જ નહીં, દુશ્મનોની હિલચાલ પર નજર રાખવાની સાથે ISR (Intelligence, Surveillance, Reconnaissance) ગતિવિધિનું પણ સંચાલન થઈ શકે છે. વાગીર એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાયય છે ખતરનાક શિકારી.








