દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.8,434.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,508.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6925.99 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,815ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,908 અને નીચામાં રૂ.72,805ના મથાળે અથડાઈ, રૂ.212 વધી રૂ.72,880ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.58,736 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.7,186ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.181 વધી રૂ.72,810ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,545 અને નીચામાં રૂ.93,325ના મથાળે અથડાઈ, રૂ.697 વધી રૂ.93,529ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.656 વધી રૂ.93,437 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.652 વધી રૂ.93,429 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.870.90ના ભાવે ખૂલી, રૂ.5.20 વધી રૂ.873.90 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.229.75 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.276ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.231.25 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.189.65 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.50 વધી રૂ.275.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,907ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,914 અને નીચામાં રૂ.6,903ના મથાળે અથડાઈ, રૂ.50 વધી રૂ.6,908 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.54 વધી રૂ.6,911 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.195ના ભાવે ખૂલી, રૂ.0.90 વધી રૂ.195.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1 વધી 196 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.58,000ના મથાળે અથડાઈ, કોઈ ફેરફાર વગર રૂ.58,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 ઘટી રૂ.970 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.375.59 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.674.56 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.116.51 કરોડનાં 2,706 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.120.69 કરોડનાં 7,437 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.17.53 કરોડનાં 278 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.26 કરોડનાં 206 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.138.98 કરોડનાં 637 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.72.23 કરોડનાં 1,065 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..28 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.65 કરોડનાં 104 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.0.66 કરોડનાં 7 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 168 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 18,850 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,850 અને નીચામાં 18,815 બોલાઈ, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 63 પોઈન્ટ વધી 18,830 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 6925.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.143.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.146.70 અને નીચામાં રૂ.136.40ના મથાળે અથડાઈ, રૂ.35.80 વધી રૂ.143.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.55 ખૂલી, ઉપરમાં રૂ.11.05 અને નીચામાં રૂ.10.30 રહી, અંતે રૂ.0.55 વધી રૂ.10.80 થયો હતો.
સોનું જુલાઈ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.650.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.708.50 અને નીચામાં રૂ.643.50ના મથાળે અથડાઈ, રૂ.106 વધી રૂ.693.50 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.575.50 ખૂલી, ઊપરમાં રૂ.665 અને નીચામાં રૂ.575.50 રહી, અંતે રૂ.98 વધી રૂ.655 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.93,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3,356.50ના ભાવે ખૂલી, રૂ.360 વધી રૂ.3,437 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.93,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.3,217.50ના ભાવે ખૂલી, રૂ.345 વધી રૂ.3,315 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.24.60 વધી રૂ.81.10 નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.6.30 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.39.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45 અને નીચામાં રૂ.31.20ના મથાળે અથડાઈ, રૂ.17.50 ઘટી રૂ.36.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 ખૂલી, ઉપરમાં રૂ.5.45 અને નીચામાં રૂ.4.90 રહી, અંતે રૂ.0.40 ઘટી રૂ.5.05 થયો હતો.
સોનું જુલાઈ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.375ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.379.50 અને નીચામાં રૂ.357ના મથાળે અથડાઈ, રૂ.50.50 ઘટી રૂ.367 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.824 ખૂલી, ઊપરમાં રૂ.824 અને નીચામાં રૂ.788 રહી, અંતે રૂ.87.50 ઘટી રૂ.803.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,440ના ભાવે ખૂલી, રૂ.131.50 ઘટી રૂ.1,560 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.93,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,750.50ના ભાવે ખૂલી, રૂ.248 ઘટી રૂ.2,855 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.16.25 ઘટી રૂ.38.40 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી