• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ચાંદીના વાયદાએ રૂ.289ની તેજી સાથે રૂ.72 હજારની સપાટી વટાવી

by P C KAPADIA
March 31, 2023
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોનામાં રૂ.134 અને ક્રૂડ તેલમાં રૂ.69ની વૃદ્ધિઃ મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,073 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9096.38 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,22,959 સોદાઓમાં કુલ રૂ.16,184.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,073.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9096.38 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,527 સોદાઓમાં રૂ.4,714.98 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,425ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,530 અને નીચામાં રૂ.59,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.134 વધી રૂ.59,450ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.247 વધી રૂ.48,002 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.5,895ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.112 વધી રૂ.59,501ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,143 અને નીચામાં રૂ.71,562 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.289 વધી રૂ.72,063 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.272 વધી રૂ.71,937 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.248 વધી રૂ.71,924 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,337 સોદાઓમાં રૂ.1,201.08 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.790.25ના ભાવે ખૂલી, રૂ.3.85 ઘટી રૂ.784.95 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.206.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.50 ઘટી રૂ.254ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.209.35 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.6.50 વધી રૂ.187 જસત-મિની માર્ચ વાયદો રૂ.5.80 ઘટી રૂ.253 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,979 સોદાઓમાં રૂ.1,150.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,108ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,170 અને નીચામાં રૂ.6,078 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.69 વધી રૂ.6,162 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.65 વધી રૂ.6,162 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ..50 વધી રૂ.175.70 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.3 વધી 176.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.7.27 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,340 અને નીચામાં રૂ.61,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.62,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14.40 ઘટી રૂ.985.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,127.46 કરોડનાં 3,555.714 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,587.52 કરોડનાં 359.417 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.686.95 કરોડનાં 11,20,680 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.463.06 કરોડનાં 2,61,23,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.120.56 કરોડનાં 5,783 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.43.97 કરોડનાં 2,411 ટન તાંબાના વાયદાઓમાં રૂ.674.18 કરોડનાં 8,673 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.362.37 કરોડનાં 14,163 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.77 કરોડનાં 768 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.50 કરોડનાં 24.84 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,114.516 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 828.407 ટન, તાંબાના વાયદાઓમાં 10,675 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 16,816 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,534 ટન તથા જસત અને જસત-મિનીમાં 16,674 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,35,160 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,33,34,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,144 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 327.6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.14.51 કરોડનાં 179 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 490 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,220 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,230 અને નીચામાં 16,171 બોલાઈ, 59 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ વધી 16,217 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9096.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.498.52 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.462.03 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7488.73 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.646.84 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.234.46 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.223ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.250 અને નીચામાં રૂ.206.10 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31.10 વધી રૂ.247.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.65 ખૂલી, ઉપરમાં રૂ.14.80 અને નીચામાં રૂ.13.30 રહી, અંતે રૂ.0.25 વધી રૂ.13.75 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.964ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,010 અને નીચામાં રૂ.870 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.50 ઘટી રૂ.944 થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.630 ખૂલી, ઊપરમાં રૂ.664 અને નીચામાં રૂ.572 રહી, અંતે રૂ.35.50 વધી રૂ.643 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.900ના ભાવે ખૂલી, રૂ.8.50 ઘટી રૂ.882 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,700ના ભાવે ખૂલી, રૂ.99 વધી રૂ.1,669.50 થયો હતો. સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ દીઠ જસત એપ્રિલ રૂ.260 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2.59 વધી રૂ.6 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.210.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.228.90 અને નીચામાં રૂ.185 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.40 ઘટી રૂ.190.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18 ખૂલી, ઉપરમાં રૂ.18.20 અને નીચામાં રૂ.16.75 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.17.70 થયો હતો.
સોનું મે રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.205ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.259.50 અને નીચામાં રૂ.201 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 વધી રૂ.237.50 થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.445 ખૂલી, ઊપરમાં રૂ.479 અને નીચામાં રૂ.402 રહી, અંતે રૂ.6 વધી રૂ.458 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,440ના ભાવે ખૂલી, રૂ.152.50 ઘટી રૂ.1,408 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.909ના ભાવે ખૂલી, રૂ.86 ઘટી રૂ.942 થયો હતો.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

વિખ્યાત ક્રિકેટર સલીમ દુરાનીનું કેન્સરને કારણે નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com