મુંબઈમાં પીવીએસનો ૧૭મો સ્થાપના દિવસ અને એવોર્ડ સમારંભ
પત્રકાર વિકાસ સંઘ (PVS) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી અને નિષ્ઠાવાન પત્રકારોને સન્માનિત કરવામાં આવશે. સંઘના ૧૭મા સ્થાપના દિવસ નિમિત્તે ૨૭ ડિસેમ્બર 2025, શનિવારે, મલાડ વેસ્ટના લિંન્ક રોડ પર આવેલી હોટેલ સાઈ પેલેસ ગ્રાન્ડમાં ભવ્ય મીડિયા એવોર્ડ્સ 2024નું આયોજન થશે. કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ વાગ્યે થશે.
પત્રકાર વિકાસ સંઘ છેલ્લા દોઢ દાયકાથી મીડિયા ક્ષેત્રે પ્રમાણિકપણે કાર્ય કરનારા પત્રકારોને મંચ પુરું પાડે છે. સંઘના પ્રમુખ આનંદ પ્રકાશ મિશ્રા અને સચિવ અજય સિંહે જણાવ્યું કે PVS દર વર્ષે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા પત્રકારોને પ્રોત્સાહન આપે છે.
અનેક મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે
આ એવોર્ડ સમારંભમાં વરિષ્ઠ પત્રકારો, રાજકારણીઓ, આઈએએસ–આઈપીએસ અધિકારીઓ સહિત અનેક સરકારી-બિનસરકારી પ્રતિનિધિઓ હાજરી આપવાના છે. મીડિયા જગત માટેનો આ સમારંભ પત્રકારત્વની પ્રતિષ્ઠાને વધારવાનો મહત્વનો પ્રયાસ માનવામાં આવે છે.
આ વર્ષે નીચે મુજબની કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવશે:
PVS જીવન ગૌરવ સન્માન
PVS શ્રેષ્ઠ વિડિઓ પત્રકાર
PVS શ્રેષ્ઠ ફોટોગ્રાફર
PVS શ્રેષ્ઠ રિપોર્ટર (જનરલ)
PVS જ્યુરી એવોર્ડ (પાર્ટ-ટાઇમ પત્રકાર)
PVS શ્રેષ્ઠ સાપ્તાહિક/પાક્ષિક
PVS શ્રેષ્ઠ ડિજિટલ પત્રકાર
PVS શ્રેષ્ઠ યુવા પત્રકાર
PVS શ્રેષ્ઠ ટીવી રિપોર્ટર
PVS શ્રેષ્ઠ રાજકીય રિપોર્ટર
PVS શ્રેષ્ઠ ક્રાઇમ રિપોર્ટર
PVS શ્રેષ્ઠ ડેસ્ક એડિટર
PVS જ્યુરી એવોર્ડ – સિલ્વર યર
PVS જ્યુરી એવોર્ડ – શ્રેષ્ઠ સંપાદક
પીવીએસ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારંભ પત્રકારત્વમાં શ્રેષ્ઠતા અને જવાબદારી તરફનું મહત્વનું પગલું ગણાય છે.






