સાઉથની બ્લૉકબસ્ટર છત્રપતિની રીમેકથી બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ બૉલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે
દેશના અગ્રણી દિગ્દર્શક એસ. રાજામૌલીની બ્લટકબસ્ટર ફિલ્મ છત્રપતિની ઑફિશિયલ રીમેક બનાવી રહ્યા છે પેન ઇન્ડિયાના જયંતિલાલ ગડા. આ માટે તેમણે જાણીતા દિગ્દર્શક વીવી વિનાયક અને અભિનેતા બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ સાથે સહયોગ કર્યો છે.
હિન્દી રીમેકનું હજુ કોઈ નામ રાખવામાં આવ્યું નથી, પણ આ ભવ્ય ઍક્શન એન્ટરટેઇનર ફિલ્મનો શુભારંભ હૈદરાબાદમાં આયોજિત એક સમારંભમાં કરવામાં આવ્યો હતો. આ અવસરે ફિલ્મની મુખ્ય ટીમના સભ્યો બેલ્લમકોંડા શ્રીનિવાસ, વીવી વિનાયક અને જયંતિલાલ ગડા ઉપરાંત રાજા મૌલી અને સુકુમાર જેવા ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુહૂર્ત શોટ માટે રાજામૌલીએ ક્લૅપ આપી હતી તો સ્ટાર રામા રાજામૌલીએ કેમેરા સ્વિચ ઑન કર્યો હતો. જ્યારે નિર્માતા એ.એમ રત્નમે મુહૂર્ત દૃશ્યનું દિગ્દર્શન કર્યુ હતું. ફિલ્મ માટે ભવ્ય સેટ બનાવવામાં આવ્યો છે જ્યાં પહેલા શિડ્યુલનું શૂટિંગ શરૂ થયું છે.
મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ધવલ જયંતિલાલ ગડાએ જણાવ્યુ કે, અમે ઘણા ઉત્સાહિત અને રોમાંચિત છીએ કારણ, ટેલેન્ટેડ એક્ટર બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ અને જાણીતા દિગ્દર્શક વીવી વિનાયક સાથેનો અમારો આ ગ્રૅન્ડ પ્રોજેક્ટ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટને દર્શકોનો પ્રેમ મળશે.
ટૉલિવુડના લોકપ્રિય સ્ટાર બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ આ મેગા બજેટ ફિલ્મથી બટલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. મજાની વાત એ છે કે ઉત્તર ભારતીય દર્શકો એમને સારી રીતે ઓળખે છે. તો દિગ્દર્શક વીવી વિનાયક પણ આ ફિલ્મ દ્વારા બટલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે.
મૂળ ફિલ્મની વાર્તા લખનારા રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદ જ હિન્દી ફિલ્મ લખી છે. બજરંગી ભાઈજાન અને મણિકર્ણિકા જેવા બ્લૉકબસ્ટર ફિલ્મોના લેખકે હિન્દી વર્ઝન માટે સ્ક્રિપ્ટમાં જરૂરી ફેરફાર કર્યા છે.
હિટ ફિલ્મો બનાવવા માટે જાણીતા ડૉ. જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયોઝ) ફિલમના પ્રેઝન્ટર છે. જ્યારે ધવલ ગડા અને અક્ષય ગડા ફિલ્મના નિર્માતા છે. પેન મરુધર સિને એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ફિલ્મને વિશ્વસ્તરે રિલીઝ કરાશે.
ફિલ્મમાં બેલ્લમકોંડા સાઈ શ્રીનિવાસ ઉપરાંત સાહિલ વૈદ, અમિત નાગર, રાજેન્દ્ર ગુપ્તા, શિવમ પાટિલ, સ્વપ્નિલ, આશિષ સિંહ, મોહમ્મદ મોનાજિર, ઔરોશિકા ડે, વેદિકા, જેસન સહિત અન્ય કલાકારો જોવા મળશે.