ભૂમાફિયા અને પાલિકાના અધિકારઓની મિલીભગતને કારણે સેકડો લોકો બેઘર બન્યા
મિરા ભાયંદર પાલિકા દ્વારા શુકવારે કાશિમીરા વિસ્તારમા માંડવીપાડામા ભારે પોલિસ બંદોબસ્ત હેઠળ આરક્ષણ હેઠળની જમીન પર બાંધેલ આશરે ૩૦૦ જેટલા અનધિકૃત બાંધેલ ઝૂપડાઓ જેસીબી વડે જમીનદોસ્ત કર્યા છે.છેલ્લા ચાર વર્ષથી રહેતા સેકડો લોકો ભુમાફિયા અને પાલિકાના અધિકારીની મિલીભગતે તેઓ ભોગ બનતા રસ્તા પર આવી ગયા છે.અત્યાર સુધીમા પાલિકા દ્રારા અનધિકૃત બાંધકામ વિરુધ્ધ કરવામા આવેલ આ સૌથી મોટી કારવાહી હોવાનું જાણવા મળે છે.
મિરા-ભાયંદર પાલિકાના પ્રભાગ ક્રમાંક છ હેઠળ અવેલ કાશિમિરા વિસ્તારના માંડવીપાડામા આવેલ આરક્ષણ ક્રમાંક ૩૬૪ની જમીન પર બનેલ આશરે ૩૦૦ જેટલા ઝૂપડાઓ શુકવારે પાલિકાએ ભારે પોલિસ બંદોબસ્ત હેઠળ જમીનદોસ્ત કર્યા હતા.તે જમીન પર ગાર્ડન માટેનું આરક્ષણ છે. જે જગ્યાએ હવે ગાર્ડન બનવાનું હોવાથી તે ખાલી કરવવામા આવ્યુ છે. પાલિકાએ ઘરો તોડતા સેકડો લોકો બેઘર થયા છે. લોકો પોતાનો સામાન લઈ રસ્તા પર ઉભા હતા. તો કેટલાકે પાલિકાના અધિકારીઓએ નોટિસ નહિ આપીને અચાનક તોડતા તેઓનો સામાન તેમા વેરવિખેર તેમજ નાશ પામતા નુકશાન થયાનો આક્ષેપ કરેલ છે.
સ્થાનિક રહેવાસીઓએ પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક ભૂમાફિયાની મિલીભગતે તેઓ ભોગ બન્યાનો આક્ષેપ કર્યો છે. ચાર વર્ષ પહેલા જ્યારે ઝુપડાઓ બન્યા ત્યારે અધિકારીઓએ કેમ બનવા દીધા ,જો ત્યારે કારવાહી કરી હોત તો અત્યારે તેઓ ભોગ બન્યા ન હોત,તેમજ પાલિકા દ્રારા ટેક્ષ પાવતી અને લાઈત ,પાણી દરેક સગવડતા આપવામા આવી હોવાનું પણ સ્થાનિક રહેવાશીઓએ જણાવ્યુ છે.આ ઝુપડાઓ બનાવેલ ભુમાફિયા પર આ પહેલા પણ અનેક વખત એમઆરટીપી એકટ હેઠળ કારવાહી કરવામા આવી છે. પાલિકાના ભૂતપૂર્વ કમિશ્નર નરેશ ગિતેના સમયકાળ દરમિયાન પણ આ જગ્યાએ ઝૂપડાઓ જમીનદોસ્ત કર્યા હતા,ત્યાર બાદ ૩-૪ મહિના ફરી ઝુપડાઓ તે ઠેકાણે ઉભા થયા હતા.