કોટનમાં ૨,૦૪,૨૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.૬૨૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં ૪૪૯ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૫૬૨ પોઈન્ટની મૂવમેન્ટઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૮ મે થી ૩ જૂનના સપ્તાહ દરમિયાન ૨૩,૬૧,૩૦૭ સોદાઓમાં કુલ રૂ.૧,૭૨,૦૭૨.૯૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૯ વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૯૦૯ ગબડ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને તેજ બંધ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૨,૦૪,૨૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૬૨૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો રહૃાો હતો. કપાસમાં પણ તેજી હતી, જ્યારે સીપીઓ, રબર અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૪૪૯ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૫૬૨ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
વિશ્વબજારની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનાનો ભાવ જે તાજેતરમાં વધીને પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો, તે સપ્તાહના અંતે ફરી ઘટી આ લખાય છે ત્યારે ૧ ઔંશદીઠ ૧૮૭૨ ડોલર બોલાઈ રહૃાો હતો. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૧ ઔંશદીઠ ૨૭.૪૮ ડોલરના સ્તરે પહોંચ્યા હતા. આ લખાય છે ત્યારે ડોલરનો ઈન્ડેક્સ ૯૦.૫૩ના સ્તરે ટ્રેડ થઈ રહૃાો હતો. યુએસ બોન્ડ યિલ્ડ ૧.૬૨ના સ્તરે પહોંચ્યું હતું. અમેરિકામાં પ્રારંભિક જોબલેસ ક્લેમ આગલા ૪.૦૫ લાખની સામે ૩.૮૫ લાખના સ્તરે રહૃાા હતા. કરન્સી બજારમાં અમેરિકન ડોલર રૂ.૭૩.૦૩, પાઉન્ડ રૂ.૧૦૩.૧૮ અને યુરો ૮૮.૪૮ના સ્તરે બોલાઈ રહૃાા હતા. ઘરેલૂ હાજર બજારમાં આમદાવાદ ખાતે સપ્તાહના અંતે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.૭૨,૨૦૦ અને સોનાનો ભાવ ૯૯.૫૦ના રૂ.૫૦,૪૦૦ અને ૯૯.૯૦ના રૂ.૫૦,૬૦૦ બોલાઈ રહૃાા હતા.
સ્થાનિક વાયદા બજારમાં એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૧૨,૯૮,૬૪૧ સોદાઓમાં કુલ રૂ.૭૫,૧૦૯.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૪૮,૪૩૨ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૯,૬૭૦ અને નીચામાં રૂ.૪૮,૨૫૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૪૦૯ અથવા ૦.૮૪ ટકા વધી રૂ.૪૮,૯૯૦ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૨૬૪ અથવા ૦.૬૭ ટકા ઘટી રૂ.૩૮,૯૦૦ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૪૫ અથવા ૦.૯૩ ટકા ઘટી રૂ.૪,૮૦૨ના સ્તરે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૭૧,૪૬૦ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૩,૫૮૨ અને નીચામાં રૂ.૬૯,૮૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૯૦૯ અથવા ૧.૨૭ ટકા ઘટી રૂ.૭૦,૮૧૦ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ૬,૬૮,૩૯૧ સોદાઓમાં કુલ રૂ.૪૧,૪૪૮.૧૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.૪,૮૬૮ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫,૦૭૯ અને નીચામાં રૂ.૪,૮૪૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૧૬૦ અથવા ૩.૩ ટકા વધી રૂ.૫,૦૧૧ બોલાયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૨૦,૫૪૯ સોદાઓમાં રૂ.૨,૯૦૬.૭૯ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૧૨૭૦ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૩૦૯.૫૦ અને નીચામાં રૂ.૧૨૬૧.૫૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૩૮.૫૦ અથવા ૩.૦૪ ટકા વધી રૂ.૧૩૦૪ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રૂ.૨૩,૦૨૦ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૩,૯૪૦ અને નીચામાં રૂ.૨૩,૦૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૬૨૦ અથવા ૨.૬૯ ટકા વધી રૂ.૨૩,૬૯૦ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રૂ.૧૧૫૫ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૧૭૦ અને નીચામાં રૂ.૧૧૦૮.૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧૯.૩૦ અથવા ૧.૬૮ ટકા ઘટી રૂ.૧૧૨૭.૭૦ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રૂ.૩૯૮ અથવા ૨.૨૭ ટકા ઘટી રૂ.૧૭,૧૦૬ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૧૨.૨૦ અથવા ૧.૩૨ ટકા ઘટી રૂ.૯૧૪.૯૦ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૨,૪૫,૦૪૮ સોદાઓમાં રૂ.૩૧,૫૨૩.૯૮ કરોડનાં ૬૪,૧૮૧.૭૯૮ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૧૦,૫૩,૫૯૩ સોદાઓમાં કુલ રૂ.૪૩,૫૮૬ કરોડનાં ૬,૦૬૧.૭૫૭ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૨,૩૨,૯૦૨ સોદાઓમાં રૂ.૧૯,૨૭૭.૫૬ કરોડનાં ૩,૯૦,૦૬,૮૦૦ બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૪,૩૫,૪૮૯ સોદાઓમાં રૂ.૨૨,૧૭૦.૫૫ કરોડનાં ૯૯,૫૩,૩૨,૫૦૦ એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૪૫ સોદાઓમાં રૂ.૧.૧૯ કરોડનાં ૧૮૪ મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં ૫,૨૯૧ સોદાઓમાં રૂ.૪૮૦.૪૮ કરોડનાં ૨,૦૪,૨૭૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૧૪,૬૨૬ સોદાઓમાં રૂ.૨,૪૦૩.૨૯ કરોડનાં ૨,૧૨,૫૬૦ મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૫,૮૯૬.૩૬૨ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૮૪.૩૨૬ ટન, ક્રૂડ તેલ ૧૦,૦૯,૧૦૦ બેરલ્સ અને નેચરલ ગેસ ૨,૦૩,૩૦,૦૦૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૩૨ ટન, મેન્થા તેલ ૫૨.૯૨ ટન, રબર ૨૨૫ ટન, રૂ (કોટન) ૧,૯૧,૮૨૫ ગાંસડી, સીપીઓ ૭૫,૦૨૦ ટનના સ્તરે રહૃાો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન ૨૪,૭૨૮ સોદાઓમાં રૂ.૨,૦૪૪.૯૫ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૧૩,૭૮૦ સોદાઓમાં રૂ.૧,૧૬૬.૯૭ કરોડનાં ૧૫,૨૮૭ લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં ૧૦,૯૪૮ સોદાઓમાં રૂ.૮૭૭.૯૮ કરોડનાં ૧૧,૫૩૪ લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં ૧,૧૯૯ લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં ૯૦૦ લોટ્સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૦૨ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૪૫૦ અને નીચામાં ૧૫,૦૦૧ના સ્તરને સ્પર્શી, ૪૪૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૭૮ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટી ૧૫,૦૬૬ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૨૭૫ના સ્તરે ખૂલી, ૫૬૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૩૬૫ પોઈન્ટ અથવા ૨.૩૯ ટકા ઘટી ૧૪,૯૧૦ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧,૧૦,૭૩૫ સોદાઓમાં રૂ.૮,૭૩૬.૨૮ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૧,૨૭૪.૯૪ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૫૪.૫૮ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૬,૬૦૨.૫૨ કરોડનાં કામકાજ થયાં હતાં.






