મુંબઈ બીજેપીના અધ્યક્ષ અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ બીજેપી સમર્થ બુથ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત પાલિકાના તમામ ૨૨૭ વોર્ડમાં સંગઠનને મજબૂત કરવામાં આવી રહ્યા છે. એક મહિનો (૧ થી ૩૧ ઑગસ્ટ સુધી) ચાલનારા અભિયાનમાં તમામ વોર્ડમાં દરેક બુથ પર ૩૦થી વધુ સભ્યોને પક્ષના માધ્યમથી દેશસેવા કરવાનો અવસર મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે બીજેપી કોઈ વ્યક્તિ કે પરિવાર વિશેષની પાર્ટી નથી, આ એક લોકતાંત્રિક પક્ષ છે જેમાં તમામ લોકોને સમાન અવસર મળે છે. જેઓ પક્ષ સાથે જોડાઈ દિલથી સેવા કરી છે તેમને પાર્ટી અને દેશનું સર્વોચ્ચ પદ મળ્યું છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને પક્ષપ્રમુખ જે.પી. નડ્ડા છે.
મુંબઈ બીજેપી બુથ અભિયાન માટે વિધાનસભ્ય અમિત સાટમને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે આચાર્ય પવન ત્રિપાઠી, શ્રીમતી શલાકા સાળવી અને પ્રતીક કર્પેને સહપ્રમુખ બનાવાયા છે.






