૨૯ નવેમ્બરે યોજાનારા ભવ્ય લોક ડાયરાની મોજ માણવા કેવી હશે
મીરા-ભાઈંદર શહેરમાં ગુજરાતીની સાંસ્કૃતિક સુગંધ લાવતી એક વિશેષ સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી મીરા-ભાઈંદર શહેરના જીલ્લા અધ્યક્ષ દિલીપ જૈનના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સેલ બીજેપી દ્વારા ભવ્ય લોક ડાયરોનું આયોજન તા. 29 નવેમ્બર 2025, શનિવાર સાંજે 6:00 વાગ્યે કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરાના મુખ્ય અતિથિ તરીકે મીરા-ભાઈંદરના વિકાસ પુરુષ, મેટ્રોમેન અને કાર્ય સમ્રાટ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ, લોકગાયક પ્રફુલ્લ જેઠવા, તેમજ લોકગાયિકા ભુમિકા પરમાર લોકસંગીતની સાથે હાસ્યરસ દ્વારા જમાવટ કરશે.
આઈ શ્રી ખોડિયાર મંદિર, ગુજરાતી ચાલ, પેણકર પાડી, મીરા રોડ ખાતે યોજાનારા લોકડાયરામાં સપરિવાર, મિત્રોના સંગાથે ઉપસ્થિત રહોવાનું હાર્દિક આમંત્રણ મીરા ભાયંદર ભાજપ ગુજરાતી સેલના અધ્યક્ષ પ્રવીણ પટેલે કરી છે.
ગુજરાતીઓના અતિપ્રિય એવા લોકડાયરા કાર્યક્રમનું આયોજન
પ્રવિણ પટેલ અને રાજેશ લિંબાણી દ્વારા કરવામાં આવ્યું છે.






