ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,27,511 સોદાઓમાં કુલ રૂ.10,282.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 63 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 64 પોઈન્ટની તેમ જ એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 69 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 47,755 સોદાઓમાં કુલ રૂ.3,105.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,394ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,490 અને નીચામાં રૂ.47,301 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 વધી રૂ.47,462ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.38,209 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,759ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,404 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,746 અને નીચામાં રૂ.60,251 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.85 વધી રૂ.60,692 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.80 વધી રૂ.60,972 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.81 વધી રૂ.60,976 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 8,001 સોદાઓમાં રૂ.1,495.01 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.85 વધી રૂ.232.65 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.289ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.740.85 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.9. વધી રૂ.1,576 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 34,078 સોદાઓમાં કુલ રૂ.2,322.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,853ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,890 અને નીચામાં રૂ.5,824 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.13 ઘટી રૂ.5,833 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.30 વધી રૂ.305.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,922 સોદાઓમાં રૂ.196.26 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,002ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2002 અને નીચામાં રૂ.1993 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.1,997.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,190 અને નીચામાં રૂ.15,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.202 ઘટી રૂ.16,006ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1110 અને નીચામાં રૂ.1110 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5 વધી રૂ.1110 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 ઘટી રૂ.1018.80 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.35,370 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,534 સોદાઓમાં રૂ.1,541.38 કરોડનાં 3,251.432 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 38,221 સોદાઓમાં કુલ રૂ.1,564.08 કરોડનાં 257.976 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,095 સોદાઓમાં રૂ.1,236.70 કરોડનાં 21,12,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,983 સોદાઓમાં રૂ.1,085.46 કરોડનાં 3,56,27,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,752 સોદાઓમાં રૂ.188.48 કરોડનાં 52950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 152 સોદાઓમાં રૂ.6.47 કરોડનાં 63.36 ટન, રબરના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.1.10 કરોડનાં 100 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,8098 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 868.050 ટન, ક્રૂડ તેલમાં 9,72,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,17,82,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 181625 ગાંસડી, મેન્થા તેલમાં 427.32 ટન, રબરમાં 106 ટન, સીપીઓમાં 36,480 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,340 સોદાઓમાં રૂ.112.61 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 483 સોદાઓમાં રૂ.34.90 કરોડનાં 502 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 603 સોદાઓમાં રૂ.57.52 કરોડનાં 663 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 254 સોદાઓમાં રૂ.20.19 કરોડનાં 273 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,514 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 859 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 145 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 13,917ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,939 અને નીચામાં 13,876ના સ્તરને સ્પર્શી, 63 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ વધી 13,929ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,334ના સ્તરે ખૂલી, 64 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 50 પોઈન્ટ વધી 17,350ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,946ના સ્તરે ખૂલી, દિવસ દરમિયાન 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 26 પોઈન્ટ સુધરી 5,881ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 34,415 સોદાઓમાં રૂ.3,051.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.195.41 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.22 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,827.81 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં કુલ રૂ.1.62 કરોડનું કામકાજ થયું હતું.
- નૈમિષ ત્રિવેદી