નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાસ બિહારીએ 28 વર્ષીય પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાની સખત નિંદા કરી છે, જેમણે છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદી એન્કાઉન્ટર બાદ અપહરણ કરાયેલા CRPF જવાનોને મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાસ બિહારીએ આ જઘન્ય હત્યાની નિષ્પક્ષ તપાસ અને ગુનેગારોને કડક સજાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પત્રકાર સમુદાય આ ઘટનાથી દુખી છે અને આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. NUJI પ્રમુખે દિવંગત પત્રકારના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવાની સાથે કહ્યું કે ઇશ્વર તેમને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. નોંધનીય છે કે મૃત પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ શુક્રવારે કોન્ટ્રાક્ટરની પ્રોપર્ટીમાં આવેલી સેપ્ટિક ટેન્કમાંથી મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી પૂછપરછ માટે અમુક શંકાસ્પદોની અટક કરી છે. મળતી જાણકારી મુજબ પત્રકાર મુકેશ ચંદ્રાકર છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતા. તેના ગુમ થયાની જાણ થતાં પોલીસને શુક્રવારે પત્રકારનો મૃતદેહ સેફ્ટી ટેન્કમાંથી મળી આવ્યો..
મુકેશ ચંદ્રાકર એક અનુભવી અને હિંમતવાન પત્રકાર હતા જેમણે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારો, ખાસ કરીને બસ્તર પર ઊંડાણપૂર્વક અને પ્રભાવશાળી રિપોર્ટિંગ કર્યું હતું. 2021માં, તેણે બીજાપુરમાં એન્કાઉન્ટર પછી માઓવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા CRPF કમાન્ડો રાકેશ્વર સિંહ મનહાસને મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કેસમાં તેમની ભૂમિકાની રાજ્ય પોલીસ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. મુકેશે બસ્તરના નક્સલવાદી હુમલાઓ, એન્કાઉન્ટરો અને સામાજિક-આર્થિક મુદ્દાઓ પર વિસ્તૃત રિપોર્ટિંગ કર્યું હતું. તેમના પત્રકારત્વે રાષ્ટ્રીય સ્તરે પ્રદેશની જટિલતાઓ અને સમસ્યાઓને પ્રકાશિત કરવામાં મદદ કરી. તેમના બોલ્ડ અને નિષ્પક્ષ રિપોર્ટિંગ માટે તેમને વ્યાપકપણે માન-સન્માન આપવામાં આવ્યું હતું.
હત્યારાઓને આકરી સજા કરવાની માંગ.
નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ મહારાષ્ટ્રના પ્રમુખ હંસરાજ કનોજિયાએ મૃત પત્રકારના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. મહારાષ્ટ્ર પ્રમુખના નેતૃત્વમાં મહારાષ્ટ્રના તમામ પત્રકારોએ પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાની આકરી નિંદા કરવાની સાથે પત્રકારની કરપીણ હત્યા માટે પકડાયેલા આરોપીઓને આકરી સજા કરવાની માગણી કરી છે.